Sunday, 26 Apr, 9.46 am જયહિન્દ

હોમ
સરકાર નો યુટર્ન :હવે અમદાવાદ બાદ સુરત,બરોડા અને રાજકોટમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ રહેશે.. મુખ્યમંત્રી સચેીવ અશ્વિની કુમારે કરી જાહેરાત

રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં મ્યુનિસીપલ કમિશનરો અને જીલ્લા કલેકટરોએ સ્થાનિક વેપારીઓ સાથે ચર્ચા-વિચારણા કરીને રાજ્ય સરકાર સાથે પરામર્શ કર્યો છે. પ્રવર્તમાન કોરોના વાયરસના વધતા સંદર્ભમાં આ મહાનગરોના મ્યુનિસીપલ કમિશનર અને કલેકટરોએ સંયુકત રીતે નિર્ણય કર્યો છે કે આ ચારેય મહાનગરોમાં સમગ્રતયા તા.૩ જી મે સુધી દુકાનો-વ્યવસાયો ચાલુ કરવા દેવાશે નહી અને બંધ રાખવામાં આવશે.

લોકડાઉન દરમિયાન અગાઉ ચાલુ રહેલી જીવનજરૂરી અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને જ આ મહાનગરોમાં ચાલુ રાખવા દેવામાં આવશે. રાજ્યમાં અન્ય જે વિસ્તારો-જીલ્લાઓમાં રવિવાર તા. 26 એપ્રિલથી ધંધા વ્યવસાયો શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે.

The post સરકાર નો યુટર્ન :હવે અમદાવાદ બાદ સુરત,બરોડા અને રાજકોટમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ રહેશે.. મુખ્યમંત્રી સચેીવ અશ્વિની કુમારે કરી જાહેરાત appeared first on Jai Hind.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati
Top