Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સૌરાષ્ટ્રના શેત્રુંજી, ભાદર સહિત 25 ડેમમાં પાણીની ધુમ આવક

સૌરાષ્ટ્રના શેત્રુંજી, ભાદર સહિત 25 ડેમમાં પાણીની ધુમ આવક

પીવાના પાણી અને ખેતીની સમસ્યા ગઈ

સૌરાષ્ટ્રમાં ચોમેર મેઘ મહેર જવા મળતા અનેક જળાશયો અને ડેમની નવા નીરની આવક થઈ છે. 25 જળાશયોમાં 0.10થી 10 ફૂટ સુધીના નવા નીરની આવક થઈ છે. ભાવનગરનો સૌથી મોટો ડેમ ગણાતો શેત્રુંજી ડેમ છલકાતા તમામ દરવાજા ખોલી નખાયા છે. જેતપુરનો સુરવો ડેમ 90 ટકા ભરાઈ ગયો છે. જ્યારે લાલપરી ડેમ 80 ટકા ભરાઈ ગયો છે.

રાજકોટના આજી-2 જળાશયોમાં નવા નીરની આવક નોંધાઈ છે. સાથે જ શેત્રુંજી ડેમ છલકાઈ જતાં તમામ દરવાજા ખોલવામાં આવતા નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
રાજકોટ જિલ્લાના ભાદર ડેમમમાં સવાફૂટ અને આજી- 1માં 0.20 ફૂટ નવાનીરની આવક સાથે સુકન સચવાયુ છે. જયારે આજી-2, બ્રાહ્મણી-2 અને ભાદર-2ના ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. તો જેતપુર પાસેનો સુરવોડેમ 80 ટકા અને મચ્છુ-3 ડેમ પણ 80 ટકા રાઇ ગયો છે. સૌરાષ્ટ્રમાં ધમાકેદાર બેટીંગ શરૂૂ કર્યુ છે, તેના પરિણામે રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી જીલ્લાના 25 ડેમમાં 0ાા થી 10 ફુટ જેટલા નવા પાણીની આવક થઇ છે, મોરબીના મચ્છુ ત્રણેય ડેમની સપાટીમાં વધારો થયો છે, રાજકોટના છાપરવાડીમાં તોતીંગ 10 ફુટ જેવી નવા પાણીની આવક થઇ છે, રાજકોટના આજી-1, ન્યારી-1 ની સપાટી પણ વધી છે, સવારે 8 વાગ્યા બાદ અનેક ડેમોમાં નવા પાણીની આવક ચાલુ છે.
ભાદર ડેમ છલોછલ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પાસે આવેલો ભાદર-2 ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ ગયો છે. આથી રૂલ લેવલ જાળવવા સવારે 10.45 કલાકે ડેમના પાંચ દરવાજા 1.82 મીટર ખોલવામાં આવ્યા છે. આથી નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં અવરજવર નહીં કરવા તથા નીચેના અસરગ્રસ્ત ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના જારી કરવામાં આવી છે.
જેમાં ધોરાજીના 1. ભોળા, 2. ભલ ગામડા, 3. છાડવાવદર, 4. સુપેડી, ઉપલેટા તાલુકાના 5. ડુમીયાણી તથા આસપાસના વિસ્તારો, 6. ચિખલિયા, 7. સમઢિયાળા, 8. ગણોદ, 9. ભીમોરા, 10. ગઢા, 11. ગાંદોદ, 12. હાડફોડી, 13. ઈસરા, 14. કુંઢેચ, 15.લાઠ, 16. મેલી (મજેઠી), 17. નિલાખા, 18.તલગાણા, 19. ઉપલેટા, જ્યારે પોરબંદર કુતિયાણાના 1. ભોગસર, 2. બિલડી, 3. ચૌટા, 4. છત્રાવા, 5.કટવાણા, 6.કુતિયાણા, 7.માંડવા, 8.પસવારી, 9. રોઘડા, 10. સેગ્રાસ, 11. થાપડા માણાવદર, 12.ચીલોદરા, 13. રોઘડા, 14. વડાસડા, 15. વેકરી પોરબંદર, 16. ચીકાસા, 17. ગારેજ, 18. મિતરાળા, 19. નવી બંદર ગામ માટે ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે. ડેમની પૂર્ણ જળસપાટી 53.1 મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર 52.5 મીટર છે. ડેમમાં હાલ કુલ જળજથ્થો 43.4 ઘનમીટર છે. ડેમમાં નીરની આવક તથા જાવક 40604 ક્યુસેક છે, તેમ રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં જણાવાયું છે.
જેતપુર પાસેનો સુરવો ડેમ 90 ટકા ભરાયો
વરસાદથી પાણીની આવક વધતાં જેતપુર તાલુકા પાસે આવેલો સુરવો ડેમ 90 ટકા ભરાઈ ગયો છે. આ ડેમમાં પાણીની આવક સતત ચાલુ છે. ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે. આથી ડેમ પૂર્ણ સપાટીએ ભરાય કે ડેમમાં જળસ્તર જાળવી રાખવા માટે નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના જારી કરવામાં આવી છે. આ સાથે જેતપુર તાલુકાના થાણા ગાલોળ, ખીરસરા, ખજુરી ગુંદાળા ગામ માટે ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે. ડેમની પૂર્ણ જળસપાટી 99.85 મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર 98.70 મીટર છે. ડેમમાં હાલ કુલ જળજથ્થો 9.555 ઘનમીટર છે. ડેમમાં નીરની આવક 1544 ક્યુસેક છે, અને જાવક 0 છે, તેમ રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં જણાવાયું છે.
લાલપરી ડેમ 80 ટકા ભરાયો
વરસાદથી પાણીની આવક વધતાં રાજકોટ તાલુકા પાસે આવેલો લાલપરી ડેમ 80 ટકા ભરાઈ ગયો છે. ડેમ પૂર્ણ સપાટીએ ભરાય કે ડેમમાં જળસ્તર જાળવી રાખવા માટે નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના જારી કરવામાં આવી છે. આ સાથે રાજકોટ તાલુકાના નવાગામ અને બેડી ગામ માટે ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે.
આજી-2ના પાંચ દરવાજા ખોલાયા
રાજકોટના આજી-2 જળાશયના 06 દરવાજા 0.15 મીટર ખુલ્લા હતા, તેમાં આજે બપોરે ઘટાડો કરીને પાંચ દરવાજા 0.15 મીટર સુધી કરવામાં આવ્યા છે. હાલ ડેમનું જળસ્તર 72.5 મીટર છે. આ સાથે પડધરી તાલુકાના અડબાલકા ગામ ઉપરાંત બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢાડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર અને ઉકરડા ગામ માટે ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે. ડેમની મહત્તમ સપાટી 73.76 મીટર છે. ડેમમાં હાલ પાણીની આવક અને જાવક પણ 1400 ક્યુસેક નોંધાઈ છે, તેમ રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં જણાવાયું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati