મહાનુભાવોના હસ્તે બસને લીલીઝંડી અપાઇ
45 વર્ષની માંગણીનો આખરે અંત આવ્યો
મહુવા અમરેલી હાઇવે પર આવેલ સીમરણની વાડી બસ સ્ટેશન ખાતે માત્ર લોકલ બસો જ ઊભી રહે છે છેલ્લા 40 વર્ષથી એક્સપ્રેસ બસને સ્ટોપ આપવા માટેની માંગણી નો આજે અંત આવ્યો છે આ વિસ્તારના જીરા ગામના મહિલા દક્ષાબેન ચોડવડિયા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા તેમ જ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ના સંયુક્ત પ્રયાસથી આ સમસ્યાનો આજે ઉકેલ આવ્યો છે અહીંથી પસાર થતી આશરે 40 જેટલી એક્સપ્રેસ બસ ને હવે કાયમી સ્ટોપ આપવા માટે નિર્ણય કરાતા આ કાર્યક્રમમાં નેસડી ખોડીયાર મંદિરના લવજી બાપુ ધારાસભ્ય મહેશભાઈ કસવાળા જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન જીરા ગામના અગ્રણીઓ અમરેલી એસટી વિભાગના વિભાગીય વડા તેમજ સાવરકુંડલા ડેપોના ડેપો મેનેજર નથવાણી સહિતના મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી બસને રવાના કરવામાં આવી હતી.
સીમરન વાડી ખાતે ચોડવડીયા પરિવાર દ્વારા કાશીબા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સિમરનવાડી બસ સ્ટેશન ખાતે એક્સપ્રેસ બસોના સ્ટોપ થી સિમરન જીરા કરજાળા ચરખા ઓળીયા સહિતના સાત જેટલા ગામોના મુસાફરોને અમદાવાદ સુરત જામનગર દ્વારકા ખંભાળિયા રાજકોટ કૃષ્ણગઢ મહુવા ચોટીલા તેમજ વડતાલ જવા આવવા માટે ખૂબ જ અનુકૂળતા થઈ છે. કાશીબા નવા બસ સ્ટેશનના લોકાર્પણ તેમજ એક્સપ્રેસ કાયમી સ્ટોપ આપવાના આ કાર્યક્રમ પ્રસંગે આસપાસના પાંચ ગામના નગરજનો બહેનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

