જમ્મુ કાશ્મીરમાં સર્ચ ઓપરેશન દરમિયાન
જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં શુક્રવારે સાંજે સુરક્ષા દૃળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ. આ એક્ધાઉન્ટર સાંજે આશરે ૭:૪૫ વાગ્યે ચનપોરા ગામના સૈદૃપોરા પીન વિસ્તારમાં શરૂ થયું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. સુરક્ષા એજન્સીઓને વિસ્તારમાં બે આતંકીઓ છુપાયેલા હોવાની બાતમી મળતા શનિવાર સાંજથી સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત રીતે કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
જેમાં થયેલી અથડામણમાં લશ્કરે તોઇબાના બ્ો આતંકીઓ માર્યા ગયા હોવાના અહેવાલો છે. જેન્ો સુરક્ષાદૃળોએ પુષ્ટિ કરી નથી.
તપાસ દૃરમિયાન આતંકીઓએ સુરક્ષા દૃળો પર ગોળીબાર શરૂ કરતાં જવાબી કાર્યવાહી કરવામાં આવી અને અથડામણ શરૂ થઈ ગઈ. પ્રાથમિક માહિતી મુજબ આ એક્ધાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનો મોસ્ટ વોન્ટેડ એ++ કેટેગરીનો આતંકી ઝાકિર અહમદૃ ગની અને લતીફ ભટ્ટ ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઝાકિર ગની દૃક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાનો રહેવાસી હોવાનું જણાવાય છે અને તે અનેક આતંકી હુમલાઓ તથા ટાર્ગેટ કિિંલગની ઘટનાઓમાં સંડોવાયેલો હોવાનું તપાસ એજન્સીઓનું કહેવું છે.

