Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
શ્રાવણ વદ બીજના દિવસે શ્રી સોમનાથ મહાદેવને વિશેષ 'સૂર્ય દર્શન શૃંગાર'

શ્રાવણ વદ બીજના દિવસે શ્રી સોમનાથ મહાદેવને વિશેષ 'સૂર્ય દર્શન શૃંગાર'

મહા મૃત્યુંજય યજ્ઞમાં 44 હજારથી વધુ આહૂતિ અપાઈ

વિત્ર શ્રાવણ માસ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને વિશેષ 'સૂર્ય દર્શન શૃંગાર' અર્પણ કરવામાં આવ્યો હતો. પ્રાચીન શાસ્ત્રો અનુસાર, પ્રભાસ તીર્થ એ દિવ્ય ક્ષેત્ર છે જ્યાં પ્રાચીન કાળમાં "દ્વાદશ આદિત્ય" એટલે કે 12 સૂર્યમંદિરોનો ઐતિહાસિક અને તેજસ્વી વૈભવ દૈદીપ્યમાન હતો.

આ ક્ષેત્ર સૂર્ય ઉપાસના અને વૈજ્ઞાનિક ચેતનાનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. આ જ કારણે આ પાવન ભૂમિને શાસ્ત્રોમાં "પ્રભાસ" નામ અપાયું છે-અર્થાત્ જ્યાં દિવ્ય પ્રકાશ સતત ઝળહળે છે.
આજના પાવન અવસરે, શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ પર ચંદન તેમજ વિવિધ પુષ્પો વડે સૂર્યની ભવ્ય પ્રતિકૃતિ કંડારવામાં આવી હતી. આ અલૌકિક શૃંગાર માટે 100 કિલોથી વધુ ગુલાબ, ગલગોટા તેમજ અન્ય પવિત્ર સુગંધી પુષ્પોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ શૃંગાર માત્ર નયનરમ્ય જ નહીં, પરંતુ ગહન શાસ્ત્રીય મહત્વ પણ ધરાવે છે. અથર્વવેદ અને સૂર્યોપનિષદ અનુસાર સૂર્ય સાક્ષાત્ પરબ્રહ્મનું સ્વરૂપ છે અને તેમનું તેજ સમસ્ત સૃષ્ટિને પ્રાણશક્તિ પ્રદાન કરે છે. આ સમસ્ત તેજનો મૂળ સ્ત્રોત અને આધાર દેવાધિદેવ મહાદેવ છે. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ શિવત્વ વિના જીવનનું સ્પંદન કે ચેતનાનો ઉદય શક્ય નથી. જે રીતે સૂર્ય બાહ્ય અંધકારને દૂર કરે છે, તે જ રીતે ભગવાન શિવ અંતરના અજ્ઞાન, અહંકાર અને માયાનો નાશ કરે છે. આ શૃંગાર શિવ અને સૂર્ય વચ્ચેના શાશ્વત તત્ત્વનું પ્રતીક બની રહ્યો, જેણે પ્રભાસ ક્ષેત્રમાં દર્શનાર્થે પધારેલા હજારો ભાવિકોને દિવ્ય અને અલૌકિક અનુભૂતિ કરાવી. ધ્વજા પુજા 75, સોમેશ્વર મહાપૂજા 65, રૂદ્રાભિષેક 572, પાઠાત્મક લઘુરુદ્ર 14 હતો. મહામૃત્યુંજય યજ્ઞમાં આહુતિ: 44,000 થી વધુ આહુતિ અર્પણ કરાઈ હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati