Dailyhunt
શ્રી ઘેડીયા રાજપરા પ્રાથમિક શાળા ખાતે યોજાયો વિદાય સમારોહ

શ્રી ઘેડીયા રાજપરા પ્રાથમિક શાળા ખાતે યોજાયો વિદાય સમારોહ

વિદ્યાર્થીઓને શાળા તરફથી શુભેચ્છા ભેટ અર્પણ કરી વિદાય આપવામાં આવી

પોરબંદરની શ્રી ધેડિયા રાજપરા પ્રાથમિક શાળા ખાતે ધો-8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો.
શ્રી ઘેડીયા રાજપરા પ્રાથમિક શાળા ખાતે ધો-8 ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી.વિદાય લઈ રહેલા તેમજ શાળાના વિદ્યાર્થીઓને ઇનામ આપી અને શાળા તરફથી શુભેચ્છા ભેટ અર્પણ કરી વિદાય આપવામાં આવી હતી.શાળાના આચાર્ય ભારતીબેન પલાણે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરણા આપી અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.વિદ્યાર્થીઓએ શાળાના દિવસો અને યાદગાર પળો વિશે પોતાના પ્રતિભાવો શેર કર્યા હતા.સમગ્ર કાર્યક્રમ ભાવનાત્મક રહ્યો હતો અને વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકો અને મિત્રોને વિદાય આપી હતી.કાર્યક્રમના અંતે આભારવિધિ કરવામાં આવી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati