Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સોમનાથ મંદિર ખાતે '25-આશીર્વાદનો દીવો' માનવસાંકળ રચવામાં આવી

સોમનાથ મંદિર ખાતે '25-આશીર્વાદનો દીવો' માનવસાંકળ રચવામાં આવી

મગ્ર ગીર સોમનાથ જિલ્લામાં તા. 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદીના જન્મદિવસ સાથે જ સેવા અને સુશાસનના 25 વર્ષની રક્તદાન શિબિર, વૃક્ષારોપણ સહિત અનેકવિધ કાર્યક્રમો થકી 'સેવા સંકલ્પ' અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર પરિસર ખાતે લોકો દ્વારા '25-આશીર્વાદનો દીવો' માનવસાંકળ રચવામાં આવી હતી.

'25-આશીર્વાદનો દીવો' માનવસાંકળના માધ્યમથી લોકો વડાપ્રધાનશ્રીના 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા સંકલ્પબદ્ધ થયાં હતાં. ઉલ્લેખનીય છે કે, આજે સોમનાથ મંદિર ખાતે સાંજે 7:00 કલાકે 'આશીર્વાદનો દીવડો' અને ભવ્ય આરતી કાર્યક્રમમાં નાગરિકો સહભાગી થશે તેમજ 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમની વૈવિધ્યસભર ઉજવણી થાય એ માટે વિવિધ મંદિરો અને ઘરઆંગણે દીવો પ્રગટાવી વડાપ્રધાનશ્રીને શુભેચ્છા પાઠવવામાં સહભાગી થશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati