Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સોનમ વાંગચુકનું ચોંકાવનારું નિવેદન : દીપકે અને સૌરવ દૃાસ કોઈ સંત નથી કે તેમને મહત્વકાંક્ષા ન હોય

સોનમ વાંગચુકનું ચોંકાવનારું નિવેદન : દીપકે અને સૌરવ દૃાસ કોઈ સંત નથી કે તેમને મહત્વકાંક્ષા ન હોય

વાંગચુકે એક પોડકાસ્ટમાં જણાવ્યું કે, આ લોકોની રાજકીય મહત્ત્વકાંક્ષા છે અને તેમાં કશું ખોટું નથી. જોકે, ઝ્રત્નઁ ને રાજકીય રંગ આપવો યોગ્ય નથી

દિૃલ્હીના જંતર-મંતર પર ૨૬ દિૃવસ સુધી અનશન કરનારા પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે કૉકરોચ જનતા પાર્ટીના અભિજિત દૃીપકે, સૌરવ દૃાસ અને આશુતોષ રંકા અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે એક પૉડકાસ્ટમાં કહૃાું કે, આ લોકોની રાજકીય મહત્ત્વકાંક્ષા છે.

સોનમ વાંગચુકે કહૃાું કે, 'તમને યાદૃ હશે કે, આ લોકો રાજકીય પાર્ટીમાંથી આવ્યા હોવાનું લોકો કહેતા હતા. કેટલાક લોકો કહેતા હતા કે, તેઓ આમ આદૃમી પાર્ટીમાંથી આવ્યા છે. કોઈએ ભૂતકાળમાં શું લખ્યું હતું, તેને હું કોઈ મુદ્દો બનાવવા માંગતો નથી. પરંતુ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવાની બાબત મને કોઈ ખોટી લાગતી નથી.
તેમણે કહૃાું કે, 'કેટલાક લોકો કહે છે કે, ઝ્રત્નઁના નેતાઓમાં રાજકીય મહત્ત્વકાંક્ષા છે કે નહીં? તો હું કહેવા માંગું છું કે, તેઓમાં રાજકીય મહત્ત્વકાંક્ષા છે. જ્યારે મેં તેઓને પારખ્યા તો મને તેમનામાં આ બાબતો જોવા મળી, પરંતુ આ કોઈ ખોટી વાત નથી. તેઓએ મને કંઈ કહૃાું નથી, પરંતુ હું પારખી શકું છું કે, તેઓમાં કેટલી મહત્ત્વકાંક્ષા છે અને આ લોકો કોઈ સંત પણ નથી કે તેમને કંઈ જોઈતું ન હોય. તેઓમાં જરૂર કોઈ રાજકીય મહત્ત્વકાંક્ષા હશે અને હોવી પણ જોઈએ. તેમાં કોઈ ખોટું પણ નથી.
તેમણે વધુમાં કહૃાું કે, 'હું એમ પણ કહેવા માંગું છું કે, જો આ પ્લેટફોર્મને રાજકીય પક્ષ તરીકે શરૂ કરવામાં આવ્યું નથી, તો તેની પવિત્રતા જાળવી રાખવી જોઈએ. જો આ પ્લેટફોર્મને એક તટસ્થ અને રાજકીય પાર્ટી પર દૃબાણ લાવતું ગ્રૂપ બનાવીને રાખશો તો વધુ કામ થઈ શકશે. આ પ્લેટફોર્મ રાજકીય નહીં બને તો લોકો તેમના પર વધુ આસ્થા રાખશે. બાકી તો તમે આગામી સમયમાં કોઈ રાજકીય પાર્ટીમાં જોડાઈ શકો છો અથવા નવી રાજકીય પાર્ટી શરૂ પણ કરી શકો છો.
વાંગચુકે કહૃાું કે, 'લોકોએ આ પ્લેટફોર્મને ભાજપ, કોંગ્રેસ કે આમ આદૃમી પાર્ટી સાથે જોડાયેલા મંચ તરીકે જોયું નથી. લોકોએ તેને માત્ર એક વિદ્યાર્થી આંદૃોલન તરીકે જોયું છે. તેથી તેને કોઈ રાજકીય રંગ આપવો સારી વાત નથી. ક્યારેક લોકો મને કહે છે કે, અમે તમને (વાંગચુક) જોઈને અહીં આવ્યા છીએ. હું તો ઝ્રત્નઁના નેતાઓને જાણતો પણ ન હતો. જો આ લોકો આગામી સમયમાં કોઈ ખોટું કરશે તો અમે તમને પકડીશું. હું એમ પણ ન કહી શકું કે, તેઓ ભ્રષ્ટ નહીં થાય, તેઓ રાજકીય રીતે સ્વાર્થી નહીં બને. હું આ બાબતો જાણતો નથી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati