Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સોરઠમાં મન મુકીને વરસ્યા મેઘરાજા : કેશોદ-માંગરોળમાં તોફાની 11 ઈંચ વરસાદ

સોરઠમાં મન મુકીને વરસ્યા મેઘરાજા : કેશોદ-માંગરોળમાં તોફાની 11 ઈંચ વરસાદ

માણાવદર, માળિયા હાટીનામાં 9, સુત્રાપાડા-માધવપુર ઘેડમાં 8, વેરાવળમાં 7, જામજોધપુર-ચોરવાડ-ભેંસાણમાં 6, લોઢવા, મોટી પાનેલી, વંથલીમાં 5 ઈંચ વરસાદથી ખેતરો પાણી-પાણી

સોરઠ પંથકની નદીઓમાં પુર આવ્યા

રાજકોટ, ઉપલેટા, કોડીનાર, ગઢડા, ધામળેજ, કોટડાપીઠા, ઢાંક, ગઢડા, કાલાવડ, લાલપુર, ડોળાસા, જોડીયા, કુકાવાવ વડિયા, રાણાવાવ, પોરબંદરમાં ઝાપટાથી 4 ઈંચ સુધી વરસાદ વરસ્યો

દ્વારકાના દરિયામાં 20 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાંઠાળા વિસ્તારોમાં ધાબડીયા વરસાદી વાતાવરણ સાથે દરિયા કિનારાઓ પર વિશાળકાય મોજાઓ ઉછળતા જોવા મળ્યા હતા. યાત્રાધામ દ્વારકામાં પણ ગોમતી ઘાટ, પંચકુઈ બીચ, સંગમનારાયણ બીચ, ગાયત્રી બીચ, લાઈટ હાઉસ, ભડકેશ્વર બીચ, રૂપેણ બંદર સહિતના કાંઠાળા વિસ્તારોમાં 15 થી 20 ફુટ ઊંચા ઉછળતા મોજાઓ જોવા મળ્યા હતા. તંત્ર દ્વારા સાવચેતીના પગલારૂપે યાત્રીકોને ગોમતી ઘાટ તેમજ સમુદ્રમાં નહાવા પર પ્રતિબંધ લગાવી દરિયાકાંઠાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.

ઉપલેટામાં એનડીઆરએફની ટીમ તૈનાત
ઉપલેટા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો મોજ અને ભાદર નદીના કાંઠે આવેલા છે. આ ભૌગોલિક સ્થિતિને કારણે ભારે વરસાદ દરમિયાન અહીં પૂરની પરિસ્થિતિ સર્જાવાનું જોખમ હંમેશા વધારે રહે છે. આથી, નીચાણવાળા વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી કોઈપણ વિલંબ વિના ઝડપથી શરૂૂ કરી શકાય તે હેતુથી ગઉછઋની ટીમે ઉપલેટાને પોતાનું મુખ્ય મથક (બેઝ) બનાવ્યું છે. ઉપલેટા પહોંચતાની સાથે જ ગઉછઋની ટીમે સ્થાનિક તંત્ર સાથે મળીને રાહત કામગીરીની રૂૂપરેખા તૈયાર કરી હતી ગઉછઋના કમાન્ડિંગ અધિકારીઓ અને સ્થાનિક વહીવટી તંત્ર (મામલતદાર અને ટીડીઓ) વચ્ચે પરિસ્થિતિની સમીક્ષા માટે તાત્કાલિક એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ટીમ દ્વારા ઉપલેટા અને આસપાસના આપત્તિજનક વિસ્તારોનું ઝીણવટભર્યું મેપિંગ કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ
રાજ્ય પર એક સાથે પાંચ વેધર સિસ્ટમ સક્રિય થતા આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર, વીજ તંત્ર સહિતના સરકારી વિભાગો એક્શન મોડમાં આવ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati