Dailyhunt
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની જાહેરાત થતા અમરેલીમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રીયા શરૂ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની જાહેરાત થતા અમરેલીમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રીયા શરૂ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થતા જ રાષ્ટ્રીય પક્ષો દ્વારા ઉમેદવારો શોધવાની કવાયત શરૂ કરી છે ત્યારે અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનો શુભારંભ થયો છે. અમરેલી જિલ્લાની 6 નગરપાલિકા, 11 તાલુકા પંચાયત અને 1 જીલ્લા પંચાયતની ચૂંટણીઓને લઈને ઉમેદવારોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.

અમરેલી જીલ્લાની 1 અમરેલી જીલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત, 6 નગરપાલિકાના ઉમેદવારોના સેન્સ પ્રક્રિયા અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય સાથે સાવરકુંડલા, અને ધારી ખાતે 2 દિવસ સુધી લેવામાં આવશે. આજે 2 એપ્રિલ અને 3 એપ્રિલ એમ 3 જૂથમાં પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની ભાજપ દ્વારા ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા યોજાઈ છે. જેમાં અમરેલી તાલુકા પંચાયત, વડીયા-કુકાવાવ તાલુકા પંચાયત અને અમરેલી નગરપાલિકાની અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા સાથે જીલ્લા પંચાયતની બેઠકોની સેન્સ લેવાશે. જ્યારે સાવરકુંડલા તાલુકા પંચાયત, લીલીયા તાલુકા પંચાયત અને સાવરકુંડલા નગરપાલિકા સાથે સાવરકુંડલા, લીલીયા જીલ્લા પંચાયતની સેન્સ પ્રક્રિયા સાવરકુંડલાની ગાંધી ધર્મશાળા ખાતે યોજાઇ છે.
બગસરા નગરપાલિકા, બગસરા તાલુકા પંચાયત અને ધારી નગરપાલિકાના ઉચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા બ્રહ્મ સમાજની વાડી ધારી ખાતે યોજાઈ છે કુલ 3 જૂથમાં પ્રદેશ ભાજપના આવેલા નિરીક્ષકો દ્વારા અમરેલી જીલ્લા ભાજપે સેન્સ પ્રક્રિયાને આખરી ઓપ આપીને 2 દિવસમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી પ્રદેશ ભાજપમાં મોકલવામાં આવશે. ત્યારે ચૂંટણી લડવા ઇચ્છુંક ઉમેદવારોમાં ભારે થનગનાટ સાથે પોત પોતાની ઉમેદવારી રજૂ કરી રહ્યા હોવાનું જીલ્લા ભાજપના મહામંત્રી ચેતન શિયાળે જણાવ્યું હતું

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati