Dailyhunt

સ્થાનિક સ્વરાજ્યની.. ચૂંટણી જાહેર થતા આચારસંહિતાનો અમલ કર્મચારીઓ-અધિકારીઓની રજા પર રોક

બીબી કારણો સિવાય રજા મંજૂર નહી થાય : ગ્રાન્ટ-ફંડ ચૂકવણી મંજૂર કરવા પર પ્રતિબંધ

સ્થાનિક સ્વરાજેયની સામાન્ય/ પેટા ચૂંટણી જાહેર થતાંની સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ પડતા સરકારી અધિકારીઓની બદલી /રજાઓ પર રોક સાથે સાશકપક્ષ, રાજકિય પક્ષો, ઉમેદવારો માટે આચાર સંહિતા રાજય ચુંટણી પંચ દ્વારા લાગુ પાડવામાં આવી છે. આ આચાર સંહિતાનો અમલ તા.28-4-26 સુધી અમલી રહેશે.

ચૂંટણી પંચના આદેશ મુજબ રાજયના તમામ જિલ્લાઓનાં રાજય સરકારના વિવિધ ખાતા/કચેરીના વડાઓએ રાજયની મહાનગરપાલિકાઓ, 15 ક્ષષ નગરપાલિકાઓ 34 જિલ્લા પંચાયતો, 260 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ 11 નગરપાલિકાઓની પ્રસંગોપાત ખાલી પડેલી 13 બેઠકોની પેટા ચૂંટણીઓ દરમિયાન તાકીદનાં તબીબી કારણે સિવાય પોતાના તાબાના આ ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારીઓ/અધિકારીઓની રજા મંજુર કરવી નહી.ચૂંટણી કામગીરી સંબંધમાં અધિકારી/કર્મચારીઓની રજા મંજુર કરી શકાશે નહી તેમજ બદલી કરી શકાશે નહીં સરકારી નિમણુંક આપી શકાશે નહી, મતદારો પ્રભાવિત થયા તેવી કોઈપણ પ્રકારની જાહેરાત કરી શકશે નહીં, વચનો આપી શકશે નહી, નાણાંકીય ગ્રાન્ટ અથવા વચનોની જાહેરાત કરાશે નહી, વિવેકાધીન ફંડમાંથી ચુકવણી મંજુર કરી શકાશે નહી આ સુચનાનો અમલ તા.1લી એપ્રિલથી તા. 28-4-26 (પરિણામની જાહેરાત) સુધી ફરજીયાત કરવાનો રહેશે.
સ્થાનિક સ્વરાજની આ ચુંટણી જાહેર થતા જ સર્કીટ હાઉસ સહિતની તમામ સરકારી ઈમારતો હવે કલેકટર તંત્ર દસ્તક રહેશે.ઉપરાંત રાજકીય પક્ષોના ઉમેદવારો સવારના 8 થી રાત્રીના 10 વાગ્યા સુધી જ પ્રચાર કાર્ય કરી શકશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati