Dailyhunt
તેલ સંકટ સમયે ભારતને  સપ્લાયની રશિયાની ખાતરી

તેલ સંકટ સમયે ભારતને સપ્લાયની રશિયાની ખાતરી

ડિમોના પરમાણુ પ્લાન્ટ અન્ો ઊર્જા મથકો પર હુમલાની ઇઝરાયેલન્ો ઇરાનની ધમકી

ઇઝરાયેલ- અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુધ્ધે હવે વિનાશક વળાંક લીધો છે. એકબીજાની ન્યૂકિલઅર ફેસિલિટી પરમાણું પ્લાન્ટ અને ઉર્જા મથકો પર હુમલાની ત્ૌયારી કરી રહૃાા છે. ઇરાન્ો હોર્યુઝ જળમાર્ગ બંધ કરી સર્જાયેલી છે. બંન્ો પક્ષો હુમલા ત્ોજ બનાવી રહૃાા છે.

તસ્વીરોમાં ઇરાન્ો અમેરિકી-ઇઝરાયેલ સમર્થક દૃેશ અઝરબ્ોજાન પર હુમલો કરીન્ો નવો મોરચો ખોલ્યો છે. અઝરબ્ૌઝાનના નખચિવાનમાં ઇરાન્ો કરેલા ડ્રોન હુમલા સ્થળે ધુમાડો નિકળી રહૃાો છે. પછીની તસવીરમાં પ્ાૂર્વીય સીરિયામાં કમિશ્લીના બહારના વિસ્તારમાં ઇરાન્ો ઝિકેલી પણ વણફુટેલી પ્રોજેટાઇલ પાસ્ોથી એક પશુપાલક તરૂણ પસાર થઇ રહૃાોની ત્રીજી અને અંતિમ તસ્વીરમાં અમેરિકા અને ઇઝરાયેલે ઇરાન પર શરૂ કરેલી નવી સંયુકત ભીષણ એરસ્ટ્રાઇકની ઇરાનનું શહેર ખંડેરમાં ફેરવાઇ ગયેલું શ્યમાન થાય છે.

ગલ્ફમાં ભારતીય ધ્વજ ધરાવતા ૩૭ જહાજો અટવાયા: ઇરાન્ો અઝરબ્ૌજાન પર હુમલા કરી યુદ્ધનો વ્યાપ વધાર્યો

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયાનક જંગની સીધી અસર હવે તેલના પુરવઠા પર જોવા મળી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં તેલના ટેક્ધરોની અવરજવર અટકી જતાં ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં તેલ સંકટની આશંકા સેવાઈ રહી છે. ભારત તેની જરૂરિયાતનું લગભગ ૪૦% ક્રૂડ ઓઇલ આ જ રૂટ પરથી મેળવે છે, જે હવે બંધ જેવી સ્થિતિમાં છે.
જો આ યુદ્ધ લાંબુ ખેંચાય તો મુશ્કેલી વધી શકે તેમ છે. આ મુશ્કેલ સમયમાં રશિયા ફરી એકવાર ભારતની વહારે આવ્યું છે. રશિયાએ ભારતને તેલ સપ્લાય કરવાની ખાતરી આપી છે અને હાલમાં ભારતીય દૃરિયાઈ સીમાની નજીક જ જહાજોમાં આશરે ૯.૫ મિલિયન બેરલ રશિયન ક્રૂડ ઓઇલ હોવાના અહેવાલ છે, જે આગામી થોડા જ અઠવાડિયામાં ભારત પહોંચી શકે છે.
ભારતીય રિફાઇનરો દૃરરોજ લગભગ ૫.૬ મિલિયન બેરલ ક્રૂડ પ્રોસેસ કરે છે. હાલમાં ભારત પાસે અંદૃાજે ૨૫ દિૃવસનો તેલનો સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ સરકાર લાંબા ગાળાની વ્યૂહનીતિના ભાગરૂપે અન્ય વિકલ્પો પણ શોધી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રશિયા ભારતની ક્રૂડની જરૂરિયાતના ૪૦% સુધી હિસ્સો પૂરો કરવા તૈયાર છે. જોકે, રશિયા પાસેથી તેલની આયાત વધારવાનો અંતિમ નિર્ણય અમેરિકા સાથે ચાલી રહેલી વ્યાપારી વાટાઘાટો અને સરકારના માર્ગદૃર્શન પર નિર્ભર રહેશે.
પશ્ર્ચિમ એશિયામાં ચાલી રહેલાં યુદ્ઘને પગલે ઈરાને હોર્મુઝની ખાડી બંધ કરી દૃેતાં ઈરાન, ઓમાન તથા તેને સંલગ્ન આસપાસના અન્ય દૃરિયાઈ વિસ્તારોમાં ભારતીય ધ્વજ ધરાવતાં ૩૭ જહાજો અને ૧,૧૦૯થી વધુ ખલાસીઓ મધદૃરિયે અટવાઈ પડ્યાં છે. મધદૃરિયે અટવાઈ પડેલાં આ જહાજો પેકીના કેટલાંક ક્રડ ઓઈલ તથા એલએનજી લઈ ભારતના બંદૃરો તરફ આવી રહૃાાં છે. જ્યારે અન્ય જહાજો અખાતી દૃેશોમાંથી અન્ય પેટ્રોલિયમ ઉત્પાદૃનો લઈ ભારત આવી રહૃાાં છે. ઈરાનની અર્ધ-સરકારી સમાચાર એજન્સી ૈંજીદ્ગછના અહેવાલ મુજબ, જો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહૂ ઈરાનમાં સત્તા પરિવર્તન એટલે કે 'રેઝિમ ચેન્જ કરવાની વ્યૂહનીતિ પર આગળ વધશે, તો ઈરાન વળતા પ્રહારમાં ઈઝરાયલના 'ડિમોના પરમાણુ મથકને નિશાન બનાવશે. આ ધમકીએ વૈશ્ર્વિક સ્તરે ફફડાટ ફેલાવી દૃીધો છે.આ ગંભીર ધમકી એવા સમયે આવી છે જ્યારે અમેરિકન પ્રમુખ અને નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું છે કે આ સૈન્ય ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાની જનતા માટે વર્તમાન શાસનને બદૃલવાની તક ઊભી કરવાનો છે.
પશ્ર્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ જંગની આગ હવે પાડોશી દૃેશો સુધી પ્રસરી રહી છે. અમેરિકા અને ઈઝરાયલ સામેના સંઘર્ષ વચ્ચે ઈરાને હવે અઝરબૈજાન પર ડ્રોન હુમલા કરીને યુદ્ધનો વ્યાપ વધારી દૃીધો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ૫ માર્ચના રોજ બપોરના સમયે ઈરાની વિસ્તારમાંથી બે ડ્રોન લોન્ચ કરવામાં આવ્યા હતા, જેણે અઝરબૈજાનના વ્યૂહાત્મક રીતે સંવેદૃનશીલ ગણાતા નખચિવન ઇન્ટરનેશનલ એરપોર્ટને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં એરપોર્ટની ટર્મિનલ બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને ત્યાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ સિવાય એક ડ્રોન રહેણાંક વિસ્તારની સ્કૂલ પાસે પડતા સામાન્ય નાગરિકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati