ટ્રિલિયન ડોલર સંપતિ ઘટીને 684 અબજ ડોલર થઈ
દુનિયાના સૌથી મોટા અમીર કારોબારી એલન મસ્કની સંપતિમાં હવે રેકોર્ડબ્રેક સ્તરે ઘટાડો થઈ રહ્યો છે. આ વર્ષે 16 જૂને તેની કુલ સંપતિ 1.33 ટ્રીલિયન ડોલર સુધી પહોંચી ગઈ હતી, પરંતુ તે હવે ઘટીને લગભગ 684 અબજ ડોલર રહી ગઈ છે એટલે કે તેમની દોલત ઘટીને લગભગ અડધી થઈ ગઈ છે.
બ્લુમબર્ગ બિલિનિયર્સ ઈન્ડેકસના અનુસાર આ દરમિયાન મસ્કે 600 અબજ ડોલરથી વધુ સંપતિ ગુમાવી છે, જે દુનિયાના મોટાભાગના અબજોપતિઓની કુલ સંપતિથી પણ વધુ છે.
એલન મસ્કની દોલતમાં આટલા મોટા ઘટાડાનું કારણ તેમની કંપનીના સ્પેસ એકસના શેરોમાં ઝડપી ઘટાડો છે. આ ઉપરાંત, ટેસ્લાના નબળા ત્રિમાસિક પરિણામોની પણ અસર પડી છે.
ઈતિહાસના સૌથી મોટા આઈપીઓથી સ્પેસએકસે 75 અબજ ડોલર મેળવ્યા હતા, ત્યારબાદ સ્પેસ એકસે જૂનમાં 150 ડોલર દર શેરે કારોબાર શરૂ કર્યો, જે તેના 135 ડોલરના આઈપીઓ મૂલ્યથી 11 ટકા વધુ હતો. સૂચિબદ્ધ થયા બાદ કંપનીના શેરોમાં માત્ર ત્રણ કારોબારી સત્રોમાં 50 ટકાથી વધુ જબરદસ્ત તેજ આવી.

