ફલ્લા, જામવણથલી, સહિતના ગામોના ખેડુતો ઉંડ-1 ડેમ પર પહોંચ્યા
જામનગર જિલ્લામાં ઓછો વરસાદજ વરસતા ખેડુતોની સ્થિતિ દયનીય બની છે. વરસાદ નહી વરસતા પાક ઉપર જોખમ ઉભુ થયું છે. ત્યારે ફલ્લા, જામવણથલી સહિતના 18 ગામના ખેડુતોએ ઉંડ-1 ડેમમાંથી પીયત માટે પાણી છોડવાની માગ સાથે ડેમસાઈટ પર હલ્લાબોલ કર્યુ હતું.
જામનગર તાલુકાના જામવણથલી નજીકના નંદપુર ગામ પાસે આવેલા ઉંડ-1 ડેમમાંથી ઉંડ-1 કેનાલ હેઠળ આવતા ગામો પર ખેડુતોએ પીયત માટે પાકની માંગણી કરી હતી.
જામવણથલી નજીકના 18 જેટલા ગામોમાં આગેવાનો તથા 500 જેટલા ખેડુતો તા. 26ના સવારે ઉંડ-1 ડેમ પર એકઠા થયા હતાં. અને હાલના સમયે વરસાદ ખેંચાતા ખેતરોમાં ઉભેલો પાક સુકાઈ રહ્યો હોઈને કેનાલમાં પાણીના વાહક ચાલુ કરે તો ખેડુતો આ પાણીથી પોતાની મુરઝાતી મોલાતને બચાવી શકે હાલના સમયે જો વરસાદ નો થાય કે પાણીનો મળે તો ખેડુતોનો પારાવાર નુક્શાની સહન કરવાનો વારો આવે એમ છે. ખેડુતોની માંગણી સ્વીકારીને ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે.

