તાત્કાલીક પાણી શરૂ કરવા માંગ
ઉપલેટા તાલુકાના ગઢાડા સામા કાંઠે રહેતા 40 થી વધુ કુટુંબો અને આજુબાજુના લોકો માટે આજથી 20 વર્ષ પહેલા ભાયાવદર ઉપલેટા રોડ ઉપર એક પાણી નો નળ મૂકવામાં આવેલ તેમાંથી ઉપરોક્ત કુટુંબો તથા આજુબાજુના લોકો તેનો ઉપયોગ કરતા હતા પરંતુ છેલ્લા પાંચ દિવસથી કોઈ કારણસર આ નળ બંધ કરી દેવા હતા ઉપરોક્ત મોટી સંખ્યાના લોકોને પાણી ભરવા માટે દૂર દૂર જવું પડતું હોય ત્યારે વહેલી તકે ઉપરોક્ત પરિવારો ની મુશ્કેલી ને ધ્યાને લઈ તાત્કાલિક ચાલુ કરવાની ગઢાળા ના પૂર્વ સરપંચ નારણભાઈ આહિરે માગણી કરી છે

