Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વંથલીમાં અબ્દુલ સત્તાર હામદાણી વિરુદ્ધ ઋઈંછ નોંધવા માંગ

વંથલીમાં અબ્દુલ સત્તાર હામદાણી વિરુદ્ધ ઋઈંછ નોંધવા માંગ

વંથલીના મુસ્લિમ સમાજના અગ્રણીઓએ ધાર્મિક લાગણીઓ દુભાવવા અને સમાજમાં વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ કરી અબ્દુલ સત્તાર હામદાણી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે વંથલી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. અરજદારો દ્વારા ભારતીય ન્યાય સંહિતા ની સંબંધિત કલમો હેઠળ ઋઈંછ નોંધવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, તા.

20 જુલાઈ, 2026ના રોજ પોરબંદર ખાતે યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન વક્તા અબ્દુલ સત્તાર હામદાણીએ સૈયદ-સાદાત તેમજ માહે મોહરમના પવિત્ર તાજીયા અંગે કથિત રીતે અપમાનજનક અને ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. અરજદારોના જણાવ્યા અનુસાર, આ કથિત નિવેદનોથી મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે તેમજ સમાજમાં તણાવ અને અશાંતિનું વાતાવરણ સર્જાવાની શક્યતા ઉભી થઈ છે. સંબંધિત વક્તવ્યના ઓડિયો અને વીડિયો પુરાવા અરજી સાથે રજૂ કરવામાં આવ્યા હોવાનું પણ આવેદનમાં જણાવાયું છે.
મુસ્લિમ સમાજના અગ્રણીઓએ ઇગજની સંબંધિત કલમો હેઠળ તપાસ હાથ ધરી અબ્દુલ સત્તાર હામદાણી વિરુદ્ધ ઋઈંછ નોંધવા તથા કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ આવેદનપત્ર પાઠવનાર અગ્રણીઓમાં બાવામિયાં હાસમમિયા મટારી, સીરાજીશા પીર ધણફુલીયાના ગાદીપતિ શબ્બીર હુસેનબાપુ સીરાજી, રઉફબાપુ સીરાજી, અફઝલ મિયા મટારી, વસીમિયા મટારી સહિતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati