Dailyhunt
વેરાવળમાં ઈન્ડિયન રેયોન દ્વારા અનોખી પુસ્તક સંકલન ડ્રાઈવ યોજાઈ

વેરાવળમાં ઈન્ડિયન રેયોન દ્વારા અનોખી પુસ્તક સંકલન ડ્રાઈવ યોજાઈ

વણ વપરાયેલ પુસ્તકો સંગ્રહ કરી જરૂરીયાતમંદોને અપાયા

વેરાવળમાં આવેલ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ યુનિટ ઇન્ડિયન રેયોન દ્વારા શહેરમાં એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી હતી. આ પહેલ અંતર્ગત, 'પુસ્તક આપો અને જરૂરિયાતમંદ લઈ જાઓ' અભિયાનનું આયોજન 23 થી 28 માર્ચ, 2026 દરમિયાન કરવામાં આવ્યું હતું. આ પ્રકારની પુસ્તક સંકલન ડ્રાઈવ પ્રથમ વખત યોજાઇ હતી.આ અભિયાન નો મુખ્ય હેતુ લોકો પાસે રહેલા વણવપરાયેલા અથવા વંચાઈ ગયેલ પુસ્તકો એકત્રિત કરવાનો હતો.

એકત્રિત થયેલા પુસ્તકોનું યોગ્ય રીતે વર્ગીકરણ કરીને, તેને વિતરણ ડ્રાઈવ દ્વારા વાંચન ઇચ્છુક વિદ્યાર્થીઓ, બાળકો અને અન્ય વાચકો સુધી પહોંચાડવામાં આવશે. આ પહેલી નો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને બાળકોમાં વાંચનની આદત વધારવાનો, પુસ્તકોનું મહત્વ જાળવી રાખવાનો અને જ્ઞાનનું આદાનપ્રદાન ને પ્રોત્સાહન આપવાનો છે. પુસ્તક સંકલન અભિયાન તા.28 માર્ચ, 2026 સુધી દરરોજ બપોરે અઢી થી સાંજે સાંડા પાંચ વાગ્યા દરમિયાન રાજસ્થાન મંડળ, વેલફેર સેન્ટર પાસે, નવદુર્ગા ગરબી મંડળ સામે, વેરાવળ ખાતે રાખવામાં આવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લા અને વેરાવળ શહેરના અનેક પુસ્તક પ્રેમીઓ આ પુસ્તક સેવા યજ્ઞ માં ઉત્સાહભેર ભાગ લીધો હતો. પુસ્તકોનું દાન કરનાર તમામ દાતાઓને સંસ્થા વતી સન્માન પત્ર થી સન્માનિત કરવામાં આવ્યા હતા. દાનમાં આવેલા પુસ્તકોમાં શાળા/કોલેજના પુસ્તકો, વાર્તા પુસ્તકો, સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો, નવલકથાઓ અને મેગેઝીન વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, યુનિટ ઇન્ડિયન રેયોન, વેરાવળ ના ઈજછ ફંડ અંતર્ગત કરવામાં આવી હોવાનું એક યાદીમાં જણાવાયું હતું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati