Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વિદેશમાં અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓનો દૃષ્ટિકોણ બદલાયો છે

વિદેશમાં અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓનો દૃષ્ટિકોણ બદલાયો છે

બ્રાન્ડની જગ્યાએ હવે રોકાણ પર મળતા લાભને વધુ પ્રાથમિકતા મળે છે- શ્વેતા ગુરુ

ભારતીય વિદ્યાર્થીઓ તેમના વૈશ્વિક શિક્ષણ વિકલ્પોને વિસ્તારી રહ્યા છે અને સ્પેન, જર્મની, યુએઈ, ફ્રાન્સ, સિંગાપુર, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ કોરિયા જેવા ઉભરતા શિક્ષણ કેન્દ્રોને પસંદ કરી રહ્યા છે, જે વિદેશી શિક્ષણ પસંદગીઓમાં સ્પષ્ટ પરિવર્તનને દર્શાવે છે.

અંગ્રેજી-ભાષાના શિક્ષણ કેન્દ્રો જેમ કે યુએસએ, કેનેડા, યુકે અને ઑસ્ટ્રેલિયા હજુ પણ અત્યંત આકર્ષક રહ્યા છે, ખાસ કરીને યુએસએમાં જઝઊખ અભ્યાસક્રમો (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતને) આવરી લેતા કોર્સ માટે પણ ભારતીય વિદ્યાર્થીઓ હવે તેમના વિકલ્પોને સક્રિયપણે વિવિધતા આપી રહ્યા છે. આ પરિવર્તન *શિક્ષણની કુલ કિંમત, સંસ્થાઓની ગુણવત્તા, વિઝા નિયમો, ઈન્ટર્નશિપ અને રોજગારીના અવસરો તથા વિદ્યાર્થી સુરક્ષા જેવા પરિબળો દ્વારા પ્રભાવિત છે.
આજે ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટે વધુ વ્યવહારુ અને રોકાણ પર આધારિત દ્રષ્ટિકોણ ધરાવે છે. સ્પેન, જર્મની અને ન્યુઝીલેન્ડજેવા દેશોમાં ઊંચી માંગ જોવા મળી રહી છે, કારણ કે આ દેશો ઉચ્ચ ગુણવત્તાવાળી શિક્ષણ પ્રણાલી, કિફાયતી ખર્ચ, સરળ વિઝા પ્રક્રિયા અને અભ્યાસ પછી નોકરીના અવસરો સાથે વધુ સુસંગતતા પ્રદાન કરે છે, ખાસ કરીને પોસ્ટગ્રેજ્યુએટ અને જઝઊખ કાર્યક્રમો માટે, એવું શ્વેતા ગુરુ, ઈઇઘ - ઓવરસીઝ લોન, ઓક્સિલો ફિનસર્વ, જણાવ્યું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati