Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વિદેશી દારૂના ગુન્હામાં 16 વર્ષથી વોન્ટેડ શખ્સ મધ્યપ્રદેશથી ઝડપાયો

વિદેશી દારૂના ગુન્હામાં 16 વર્ષથી વોન્ટેડ શખ્સ મધ્યપ્રદેશથી ઝડપાયો

પેરોલ ફર્લો સ્કવોડે રાજસ્થાની શખ્સને બાતમીના આધારે દબોચી લીધો

રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 16 વર્ષ પહેલા રાજસ્થાની ઇસમ સામે વિદેશી દારૂનો ગુન્હો નોંધાયો હતો જેને મધ્યપ્રદેશ ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે.
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા તેમજ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પેરોલ, ફર્લોે, વચગાળાના જામીન પરથી ફરાર કેદી, આરોપીઓ તથા ગેઝેટ તથા લાલશાહીથી ફરાર આરોપીઓ શોધી કાઢવા સુચના કરવામાં આવેલ જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કવોડ પોરબંદરના પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એમ.

જાડેજા તથા પેરોલ ફર્લો સ્કવોડના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઇ. હરેશભાઇ આહિર તથા જીણાભાઇ કટારા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વજશીભાઇ વરૂ તથા ભુપેન્દ્રસિંહ ઝાલાને બાતમી રાહે હકીકત મળેલ કે રાણાવાવ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનની કલમ મુજબના 16 વર્ષથી નાશતા ફરતા આરોપી રાજસ્થાનના બરડીયાનો ઇશુ ઉર્ફે ઇશ્ર્વરલાલ ગોપીલાલજી પ્રજાપતિ હાલ મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના કુંદનપુર ગામે ખાતે છે જે હકીકતના આધારે તપાસ કરતા મજુકર મળી આવેલ જેને પકડી આગળની તપાસ થવા સારુ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેકર એચ.એમ. જાડેજા તથા એ.એસ.આઇ. એચ. કે. પરમાર, જે.આર. કટારા, પીયુષભાઇ બોદર, હરેશભાઇ આહિર, હેડ કોન્સ્ટેબલ પીયુષભાઇ સીસોદીયા, કેશુભાઇ ગોરાણીયા, વજશીભાઇ વરૂ, જેતમલભાઇ મોઢવાડીયા, ભુપેન્દ્રસ્િંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ આકાશભાઇ શાહ તથા ટેકનીકલ ટીમ પોરબંદર દ્વારા કરવામાં આવેલ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati