રામનાથ મહાદેવ, ગાયત્રી પ્રજ્ઞાપીઠ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે
વિસાવદરના લેરીયા ગામે શનિવારથી ત્રણ દિવસ રામનાથ મહાદેવ અને ગાયત્રી પ્રજ્ઞાપીઠ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.
વિસાવદર તાલુકાના લેરીયા ગામે આગામી તારીખ 19, 20, 21 ને શનિ-રવિ સોમના દિવસે નૂતન રામનાથ મહાદેવ મંદિર અને ગાયત્રી પ્રજ્ઞા પીઠ નો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવેલ છે જેમાં સંતો મહંતો આમંત્રીતો દાતાશ્રીઓ અને ભક્તજનોને કાર્યક્રમમાં જોડાશે.
તારીખ 19 થી 21 સપ્ટેમ્બર ના ત્રણ દિવસસિય યજ્ઞનું આયોજન તેમજ તારીખ 20 અને રવિવારના રોજ સંતોના સામૈયા નગર યાત્રા સહીતના વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલ છે દરરોજ રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ રાસ ગરબા વગેરે કાર્યક્રમો રાખવામાં આવેલ છે આ મહોત્સવમાં મોટી સંખ્યામાં નગરજનોને જોડાવવા અપીલ કરાઇ છે.

