Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વોર્ડ નં.18માં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી મચ્છર ઉત્પતી સ્થળની ઓળખ

વોર્ડ નં.18માં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી મચ્છર ઉત્પતી સ્થળની ઓળખ

મચ્છર નિયંત્રણ કામગીરીનો મનપા દ્વારા પ્રારંભ કરાયો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા તેમજ મચ્છર નિયંત્રણની કામગીરીને વધુ અસરકારક અને આધુનિક બનાવવા માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ શરૂૂ કરવામાં આવ્યો છે. ગઇકાલ તા. 24-08-2026ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુક્લના વરદ હસ્તે રામનાથ મહાદેવ મંદિર, રાજકોટ ખાતેથી ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી મચ્છર નિયંત્રણની આધુનિક કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ કામગીરીના ભાગરૂૂપે આજ તા. 25-08-2026ના રોજ વોર્ડ નં. 18 ખાતે નાયબ કમિશનર ચેતન નંદાણી તથા આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી દ્વારા ડ્રોનના માધ્યમથી મચ્છર ઉત્પત્તિના સ્થળોના સર્વેની કામગીરીનું સ્થળ પર મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. આ આવસરે ડ્રોન દ્વારા શહેરના મચ્છર ઉત્પત્તિ સંભવિત વિસ્તારોનું સર્વેક્ષણ કરી સ્થળોની ઓળખ કરવાની તેમજ જરૂૂરી સ્થળોએ લાર્વીસાઇડ દવાનો છંટકાવ કરવાની કામગીરીનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી એવા વિસ્તારો કે સ્થળો, જ્યાં પરંપરાગત રીતે પહોંચવું મુશ્ર્કેલ હોય ત્યાં પણ મચ્છરના ઉત્પત્તિ સ્થાનોની ઝડપી અને અસરકારક રીતે ઓળખ કરી શકાય છે. તેમજ ઓળખાયેલા સ્થળોએ લાર્વીસાઇડ દવાનો જરૂૂરી છંટકાવ કરી મચ્છરની ઉત્પત્તિ અટકાવવાની કામગીરી વધુ સુવ્યવસ્થિત રીતે હાથ ધરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને પણ પોતાના આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ન રહે તેની તકેદારી રાખવા તથા મચ્છરના ઉત્પત્તિ સ્થાનો દૂર કરવામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati