JAN MAN INDIA

44k Followers

Co-WIN: કોરોના વેક્સીન લગાવવા માટે આ એપ પર કરવાનું રહેશે રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ વિગત

09 Dec 2020.2:06 PM

કોરોના વાયરસની વેક્સીનને લઈ દુનિયાના ઘણા દેશ અંતિમ ટ્રાયલ કરી રહ્યા છે. આ લિસ્ટમાં ભારતનું નામ પણ છે. દેશની ત્રણ મોટી કંપનીઓ પોતાની કોરોના વેક્સીનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માટે આવેદન કર્યું છે. એવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર ટૂંક જ સમયમાં વેક્સીન લગાવવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે, જો કે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી વેક્સીન પ્રક્રિયાને લઈ હજુ સુધી કોઈ તારીખ કે નિર્દેશ સામે નથી આવ્યા.

આ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું છે કે સરકારે વેક્સીનના રજિસ્ટ્રેશન માટે એક એપ બનાવી છે જે રસીકરણની પૂરી પ્રક્રિયા પર નજર રાખશે. આ એપનું નામ Co-WIN છે. Co-WINને ફ્રીમાં ડાઉનલોડ કરવામાં આવી શકાશે, જો કે હજુ સુધી Co-WIN ગુગલ પ્લે-સ્ટોર કે એપલના સ્ટોર પર ઉપલ્ધ નથી.

વેક્સીન લગાવનારાના રહેશે આખો લેખા-જોખા

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે Co-WIN એક એવી મોબાઈલ એપ છે જે ફ્રીમાં ડાઉનલોડ માટે તમામ લોકોને ઉપલબ્ધ હશે. આ એપમાં રસીકરણની પ્રક્રિયાથી લઈ પ્રશાસનિક ક્રિયા-કલાપો, રસીકરણ કર્મિઓ અને જેમને વેક્સીન આપવામાં આવવાની છે, તેમની સંપૂર્ણ જાણકારી રહેશે. તેમાં સેલ્ફ રજિસ્ટ્રેશનનો પણ વિકલ્પ હશે. કોઈ પંચાયતના મુખિયા પણ પોતાની પંચાયતના લોકોની રસીકરણ માટે આ એપથી એપ્લાય કરી શકશે.

ત્રણ ચરણમાં થશે રસીકરણ

ભારતમાં કોરોના રસીકરણનું કામ શરૂઆતી ચરણોમાં ત્રણ તબક્કામાં થશે. તેમાં તબક્કાવાર રીતે લોકોને રસી લગાવવામાં આવશે. પહેલા તરણમાં સ્વાસ્થ્યકર્મીઓને અને બીજા તબક્કામાં ઈમરજન્સી સેવાઓ સાથે જોડાયેલા લોકોને કોરોના વેક્સીન આપવામાં આવશે.

રાજ્ય સરકારોને આ લોકોનો ડાટા એકઠો કરવા માટે કહેવામાં આવ્યું છે. જ્યારે ત્રીજા ચરણમાં તે લોકોને રસી લાગશે જે કોઈ ગંભીર બીમારીઓ સામે જઝુમી રહ્યા છે. આ તમામને Co-WIN એપ પર જ રજિસ્ટ્રેશન થશે.

Co-WIN એપના છે પાંચ મૉડ્યૂલ

સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે Co-WIN એપમાં પાંચ મૉડ્યૂલ છે જેમાં પ્રશાસનિક મૉડ્યૂલ, બીજું રજિસ્ટ્રેશન મૉડ્યૂલ, ત્રીજી વેક્સીનેશન મૉડ્યૂલ, ચોથુ લાભાન્વિત સ્વીકૃતિ મૉડ્યૂલ અને પાંચમો રિપોર્ટ મૉડ્યૂલ સામેલ છે. તેમાંથી પહેલુ મૉડ્યૂલ પ્રશાસનિક મૉડ્યૂલ છે જેમાં વેક્સીન માટે સેશનનું નિર્ધારણ થશે અને રસી લગાવનારા લોકો અને પ્રબંધકોને નોટિફિકેશન મોકલવામાં આવશે.

રજિસ્ટ્રેશન મૉડ્યૂલમાં તમે ખુદ વેક્સીન માટે રજિસ્ટ્રેશન કરી શકશો. આ મૉડ્યૂલ માટે કોઈ સંસ્થા થોકમાં તે લોકોનું રજિસ્ટ્રેશન કરી શકે છે, જેમને વેક્સીનની જરૂરિયાત છે. લાભાન્વિત સ્વીકૃતિ મૉડ્યૂલમાં ક્યૂઆર કોડ આધારિત એક રસીકરણ સર્ટિફિકેટ મળશે. રાજેશ ભૂષણ પ્રમાણે દેશમાં તે તમામ લોકોને રસી લાગશે, જે લગાવડાવા માંગે છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: JAN MAN INDIA

#Hashtags