Sunday, 25 Apr, 3.49 pm JAN MAN INDIA

હોમ
હવે દરેકને મળશે 'પ્રાણવાયુ', PM કેર ફંડમાંથી દેશભરમાં શરૂ કરાશે 551 PSA ઓક્સિજન પ્લાન્ટ

દેશભરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. જેના પગલે દેશમાં ઓક્સિજનનું સંકટ સર્જાયું છે. કોરોનાની બીજી લહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ખૂબ વધારો થતા ઓક્સિજનની વધુ જરૂર પડી રહી છે. હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાયાના ચોતરફથી અહેવાલો સામે આવી રહ્યા છે.

ત્યારે ઓક્સિજનની આપૂર્તિ માટે કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. દેશના ઘણાં રાજ્યોમાં ઓક્સિજનની કટોકટી બાદ હવે કેન્દ્ર સરકારે લોકોના જીવ બચાવવા માટે ઓક્સિજન પ્લાન્ટ લગાવવાની મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત દેશભરમાં 551 ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવશે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર પીએમ કેર ફંડમાંથી દેશભરમાં 551 PSA ઓક્સિજન પ્લાન્ટ બનાવાશે. આ તમામ પ્લાન્ટ જિલ્લા મથકની સરકારી હોસ્પિટલમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની દેખરેખ હેઠળ બનાવવામાં આવશે. આ માટે સરકારે 201 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.

પીએમઓ કચેરીના જણાવ્યા અનુસાર, હોસ્પિટલોમાં ઓક્સિજનની ઉપલબ્ધતા વધારવા માટે પીએમના આદેશ અનુસાર પીએમ કેર ફંડે સાર્વજનિક સ્વાસ્થ્ય સુવિધાઓની અંદર 551 ઓક્સિજન પ્લાન્ટના ઉત્પાદન માટે નાણાંની ફાળવણીને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. પીએમ મોદી દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે કે આ પ્લાન્ટને વહેલીતકે શરૂ કરવામાં આવે.

પીએમઓના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ઈન-હાઉસ કેપ્ટિવ ઓક્સિજન જનરેશન સુવિધા હોસ્પિટલો અને જિલ્લાની દૈનિક મેડિકલ ઓક્સિજનની જરૂરિયાતોને પૂર્ણ કરશે. આવી સિસ્ટમ એ સુનિશ્ચિત કરશે કે લાંબા સમય સુધી જિલ્લાઓની સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજનના સપ્લાયમાં અચાનક વિક્ષેપનો સામનો ન કરવો પડે. સાથે કોરોનાના દર્દીઓ અને અન્ય દર્દીઓને પૂરતા પ્રમાણમાં અવિરત ઓક્સિજન સપ્લાય મળતો રહે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: JAN MAN INDIA
Top