Friday, 26 Feb, 11.57 am JAN MAN INDIA

હોમ
ફક્ત 100 રૂપિયાની લૉટરી ટિકિટ ખરીદી, રાતોરાત કરોડપતિ બની પંજાબની મહિલા, રકમ જાણીને.

પંજાબના અમૃતસરમાં એક મહિલા લૉટરીમાં પહેલુ ઈનામ જીતીને કરોડપતિ બની ગઈ છે. રેણુ ચૌહાણ નામની આ મહિલાએ પંજાબના સ્ટેટ ડિયર 100 પ્લસ લૉટરીનું એક કરોડ રૂપિયાનું ઈનામ જીત્યું છે. રાજ્ય સરકારના એક નિવેદન અનુસાર લકી વિનર રેણુ ચૌહાણે ગુરૂવારે ટિકિટ અને જરૂરી દસ્તાવેજોને રાજ્યના લૉટરી વિભાને તેના પુરસ્કારના એન્કેશમેન્ટ માટે રજુ કર્યા.

1 કરોડની લૉટરી જીતતા ખુબ જ ખુશ છે રેણુ

રાતોરાત કરોડપતિ બનેલી રેણુ ચૌહાણ લારેન્સ રોડની રહેવાસી છે અને મિડલ ક્લાસ ફેમિલીમાં સંબંધ ધરાવે છે. લોટરીમાં એક કરોડ જીતવા પર ખુબ જ ખુશ રેણુએ જણાવ્યું કે તેના પતિની કપડાની દુકાન છે. તેણે કહ્યું કે જીતમાં મળેલી રકમ તેના જીવનને સુવિધાજનક બનાવશે.

1 કરોડ મળવા પર રેણુએ લાઈફને વધુ સુવિધાજનક બનાવવાની તૈયારી શરૂ કરી

1 કરોડની લૉટરી લાગતા રેણુ અને તેના પરિવારમાં ખુશીનો માહોલ છે. બધાએ પૈસાને ક્યાં અને કેવી રીતે વાપરવાના છે તેના પર પ્લાનિંગ શરૂ પણ કરી દીધું છે. ખરેખર આટલી મોટી રકમ જો લૉટરીમાં લાગી જાય તો કોઈ પોતાની લાીફને સુગમ અને સુવિધાજનક બનાવવા માટે વિચારવા લાગે છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: JAN MAN INDIA
Top