JAN MAN INDIA

48k Followers

ફોનનો Password/Pattern લૉક ભૂલી ગયા છો?, આ રીતે એક પણ રૂપિયો ખર્ચ્યા વગર થઈ જશે unlock

03 Jun 2021.12:02 PM

આપણે આપણા સ્માર્ટફોનની સુરક્ષા માટે ઘણા પ્રકારના કામ કરીએ છીએ. કેમ કે તેમાં ઘણા ખાનગી ડાટા હોય છે. તેના માટે આપણે ફોનમાં પીન કે પછી પેટર્ન લાગાવી રાખીએ છીએ. પણ ઘણીવાર એવું થઈ જાય છે કે આપણે આ પીન કે પેટર્ન ભૂલી જઈએ છીએ. અમે તમને એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે ઘરે બેઠા જ પોતાનો એન્ડ્રોઈડ ફોન અનલોક કરી શકો છો.

Android Google device managerનો ઉપયોગ

તેના માટે જરૂરી છે કે ફોનમાં ઈન્ટરનેટ ચાલું હોય, Google એકાઉન્ટ Log In હોય અને GPS પણ ઓપન હોય. સાથે જ બની શકે છે આ રીત તમારા ફોન માટે કામ ન કરે.

Advertisement

Google એકાઉન્ટ કરો ઓપન

કોઈ બીજા ફોન કે કોમ્પ્યુટરમાંથી google.com/android/devicemanager પર જાઓ.

પોતાના google એકાઉન્ટમાં સાઈન ઈન કરો. ત્યાર બાદ લિસ્ટમાંથી તે ફોનને સિલેક્ટ કરો જેને તમા અનલૉક કરવા માંગો છો.

આ Optionને પસંદ કરો

Advertisement

આગલી સ્ક્રીન પર 'Lock Your Phone' ઑપ્શનને પસંદ કરો. હવે જૂનો પિન-પૈટર્ન કે પાસવર્ડ રિપ્લેસ કરવા માટે નવો પાસવર્ડ ટાઈપ કરો.

સેટ કરી લો નવું લૉક

હવે નીચે આપેલા લોક બટન પર ક્લિક કરો. હવે ફોન અનલૉક કરવા માટે નવો પાસવર્ડ નાખો. તમે ઈચ્છો તો ફરીથી નવી સ્ક્રીન લૉક લગાવી શકો છો.

Advertisement

Using 'Ok Google' voice match

જો તમે તમારૂં Google Assistant સરખી રીતે સેટ કર્યું છે, તો તમારે 'Unlock with voice' ઑપ્શન પર ધ્યાન આપવું પડશે. આ ફીચર તમારા પહેલાથી રેકૉર્ડ કરવામાં આવેલા અવાજના આધારે કામ કરે છે. જો આ સુવિધા ચાલી છે, તો તમે તમારા સ્માર્ટફોનને અનલૉક કરવા માટે બસ 'Ok Google' કહી શકો છો.

Samsung યુઝર્સ કરે આ કામ

Advertisement

'https://findmymobile.samsung.com/' ખોલો અને આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને લૉગિન કરો. 'Unlock' ઑપ્શન પસંદ કરો અને તમારા સ્માર્ટફોનને અનલૉક કરવા માટે તમારૂ એકાઉન્ટ પાસવર્ડને કન્ફર્મ કરો.

Advertisement

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: JAN MAN INDIA

#Hashtags