Wednesday, 03 Mar, 6.36 pm JAN MAN INDIA

હોમ
Realme 8 સીરીઝ ટૂંક સમયમાં ભારતમાં થશે લૉન્ચ, મેનેજિંગ ડિરેક્ટરે શેર કર્યો PHOTO

રિયલમી ઈન્ડિયા પોતાના નવા સ્માર્ટફોન Realme 8 Proને ટુંક સમયમાં ભારતમાં લૉન્ચ કરવાની છે. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર માધવ શેઠે Realme 8 Proના રિટેલ બૉક્સનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેનાથી ફોનના ફીચર્સ વિશે પણ જાણકારી મળી છે.

તસ્વીરને જોઈને કહી શકાય છે કે Realme 8 Pro અને Realme 8ને ટુંક જ સમયમાં ભારતમાં લૉન્ચ કરવામાં આવશે, જો કે લૉન્ચિગ તારીખ વિશે હાલ કોઈ જાણકારી નથી મળી. માધવ શેઠે જે તસ્વીરોને ટ્વીટ કરી છે તે Realme 8ના રિટેલ બૉક્સની છે.

Realme 8ના સ્પેસિફિકેશન

રિટેલ બૉક્સ પર આપવામાં આવેલા જાણકારી પ્રમાણે Realme 8માં 6.4 ઈંચની સુપર એમોલેડ ડિસ્પ્લે મળશે. તદ્દપરાંત તેમાં મીડિયાટેક હીલિયો Helio G95 પ્રોસેસર મળશે. ફોનમાં ચાર રિયર કેમેરા મળશે જેમાં મેન લેન્સ 64MPનો હશે. તદ્દપરાંત ફોનમાં 5000mAhની મોટી બેટરી મળશે જે
30Wની ડર્ટ ફાસ્ટ ચાર્જિંને સપોર્ટ કરશે.

Realme 8 Proની વાત કરીએ તો તેમાં 108MPનો પ્રાઈમરી સેન્સર મળશે જે સેમસંગનો HM2 કેમેરા સેન્સર હશે. તેની સાથે ત્રણ પોટ્રેટ મોડ અને સ્ટેરી ટાઈમલેપ્સ વીડિયોનો વિકલ્પ મળશે. Realme 8 સીરીઝનો મુકાબલો શાઓમીની Redmi Note 10 સીરીઝ સાથે થશે. રેડમી નોટ 10 સીરીઝનું લૉન્ચિગ ભારતમાં ગુરૂવારે એટલે કે ચાર માર્ચે થશે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: JAN MAN INDIA
Top