Monday, 23 Apr, 4.10 am જલ્સા કરોને જેંતીલાલ

હોમ
પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લોન લેવા માંગો છો? વાંચો વિગતવાર કેવી રીતે કરશો અરજી.

કોઈ પણ બેંકમાં મુદ્રા યોજના અનુસાર કઈ રીતે લોન માટે અરજી કરાવી ?

દેશમાં નાના અને મધ્યમ આકારના ધંધાઓની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે એપ્રિલ ૨૦૧૫ માં પ્રધાન મંત્રીએ PRADHANMATRI MUDRA YOJANA PMMY ની શરૂઆત કરી હતી.

જો કોઈ વ્યક્તિ નવો ધંધો કરવા માંગે છે અથવા પોતાના ધંધાને આગળ વધારવા માંગે છે તો એ સામાન્ય રીતે બેંકમાં લોન માટે અરજી કરે છે. આ માટે ગેરંટી પણ આપવી પડે છે જેને લીધે મોટા ભાગના લોકો લોનની અરજી કરવામાં પાછા પડે છે. આ વાતને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી એ નાના ધંધાઓને આગળ વધારવા માટે મુદ્રા યોજના જાહેર કરી જેનો મતલબ આ રીતે થાય છે.

MUDRA (Micro Units Development Refinance Agency)

મુદ્રા યોજનાના લાભ :

• આ યોજના અનુસાર સામાન્ય માણસ ગેરંટી વગર લોન માટે અરજી કારી શકે છે.
• આ યોજનામાં લોન આપવા માટેની કોઈ પણ પ્રકારની પ્રોસેસ ફી હોતી નથી.
• આ યોજનામાં રકમ પરત કરવાનો સમયગાળો ૫ વર્ષ સુધી વધારવામાં આવે છે.
• આ Working Capital Loan ને Mudra Card દ્વારા આપી શકાશે.

કયો વ્યક્તિ આ પ્રકારની લોન માટે અરજી કારી શકશે?
કોઈ પણ ભારતીય નાગરિક અથવા ફર્મ, (ખેતી સિવાય) એનો નવો ધંધો ચાલુ કરવા માંગતી હોય અથવા ચાલુ ધંધાને વધારવા માંગતી હોય અને જેની નાણાકીય જરૂરીયાત ૧૦ લાખ જેટલી છે એ આ યોજના હેઠળ લોન માટે અરજી કરી શકે છે.

મુદ્રા લોનના પ્રકારો :

અલગ અલગ વ્યવસાયોને ધ્યાનમાં રાખીને મુદ્રા લોનને ૩ ભાગોમાં વિભાજીત કરવામાં આવી છે જે નીચે પ્રમાણે છે.
• શિશુ લોન : આ યોજના અનુસાર ૫૦,૦૦૦/- સુધીની લોન આપવામાં આવે છે.
• કિશોર લોન : આમાં ૫૦,૦૦૦ /- થી લઈને ૫,૦૦,૦૦૦ /- સુધીની લોન આપવામાં આઅવે છે.
• તરુણ લોન : આમાં ૫,૦૦,૦૦૦/- થી લઈને ૧૦,૦૦,૦૦૦/- સુધીની રકમ આપવામાં આવે છે.

મુદ્રા બેંક લોનના વ્યાજ દર :

આ યોજનામાં કોઈ નિશ્ચિત વ્યાજદર રાખવામાં આવેલ નથી. વ્યાજદર અલગ અલગ બેંકોમાં અલગ અલગ હોઈ શકે છે. આ ઉપરાંત તે વ્યવસાય અને તેના રીસ્ક ઉપર પણ આધારિત હોય છે. સામાન્ય રીતે આ વ્યાજ દર ૧૨ % ની આસપાસ હોય છે.

મુદ્રા લોન અનુસાર સરકાર તરફથી કોઈ પણ પ્રકારની સબસીડી આપવામાં આવતી નથી. જો કોઈ અરજદારે સરકારની કોઈ સબસીડીવાળી યોજનામાં અરજી કરી હોય જેમાં સરકાર કેપિટલ સબસીડી આપતી હોય તો એવામાં એ સબસિડીને મુદ્રા લોન સાથે લીંક કરવામાં આવે છે.

મુદ્રા લોન માટે કઈ રીતે અરજી કરવી ?

૧. જાણકારી ભેગી કરવી અને યોગ્ય બેંકની પસંદગી કરવી

મુદ્રા યોજના અનુસાર લોન માટે અરજી કરવાની કોઈ નિશ્ચિત પ્રક્રિયા નથી હોતી. આ માટે અરજદારે આસપાસ આવેલી બેંકમાં લોનની પ્રક્રિયા તેમજ વ્યાજદર સંબંધી પૂરે પૂરી જાણકારી ભેગી કરવાની રહેશે. આ ઉપરાંત લોનની અરજી કરવા માટે એક અરજી પત્રકની સાથે સાથે અમુક કાગળીયાઓ જમા કરાવાના હોય છે.

૨. કયા કયા કાગળીયાઓ અનિવાર્ય છે આ લોન માટે ?

આ લોન માટે બેંક વિવ્વિધ પ્રકારના કાગાલુઆ માંગી શકે છે જે નીચે પ્રમાણે છે.
• અલાગા અલગ દસ્તાવેજો જેમકે Balance Sheet, Income Tax Returns અને તમારા વર્તમાન વ્યવસાયની જાણકારી. આ બધા કાગળીયાઓથી બેંક અનુમાન લગાવવા માંગે છે કે તમે લોનન ભરવા માટે સક્ષમ છો કે નઈ ! એ લોકો એવું પણ જાણવા પ્રયત્ન કરશે કે તમારા ધંધામાં રિસ્ક કેટલું છે જેથી એમને ખબર પડી શકે કે એમના રૂપિયા સુરક્ષિત રેહશે કે નઈ.

• બેંક તમારા Business Plan, Project Report, Future Income Estimates વિષે પણ પૂરે પૂરી જાણકારી કઢાવવા પ્રયત્ન કરશે કારણ કે એ લોકોને ખબર પડી શકે કે એમની લોનનો ઉપયોગ એ કઈ રીતે કરશે અને એમાંથી પ્રોફિટ કઈ રીતે લઇ શકશે. આ ઉપરાંત ધંધો આગળ જઈને શું કરશે તે વિષે ની જાણકારી પણ કઢાવવા પ્રયત્ન કરશે.

જરૂરી DOCUMENTS:

1. ઓળખનો પુરાવો - મતદારના ID કાર્ડ / ડ્રાઇવિંગ લાઇસન્સ / પાન કાર્ડ / આધાર કાર્ડ / પાસપોર્ટની સ્વ પ્રમાણિત નકલ.
2. રહેઠાણનો પુરાવો - તાજેતરના ટેલીફોન બિલ, વીજળી બિલ, મિલકત કરની રસીદ (2 મહિના કરતાં જૂનું નહી), મતદારનું આઈડી કાર્ડ, આધાર કાર્ડ અને માલિક / પાર્ટનર્સ ના પાસપોર્ટ.
3. એસસી / એસટી / ઓબીસી / લઘુમતી નો પુરાવો.
4. બિઝનેસ એન્ટરપ્રાઇઝના ઓળખ / સરનામાનો પુરાવો - સંબંધિત લાઇસન્સ / નોંધણી પ્રમાણપત્રો / બિઝનેસની માલિકીના દસ્તાવેજ, ઓળખ અને સરનામા સંબંધિત અન્ય દસ્તાવેજો.
5. અરજદાર કોઈ પણ બેન્ક / નાણાકીય સંસ્થામાં ડિફોલ્ટર ન હોવો જોઈએ.
6. વર્તમાન બેન્કર, જો કોઈ હોય તો, એકાઉન્ટ્સનું નિવેદન (છેલ્લા છ મહિનાનું)
7. આવકવેરા / વેચાણવેરા વળતર વગેરે સાથે યુનિટની છેલ્લી બે વર્ષની બેલેન્સશીટ. (રૂ. 2 લાખથી વધુ અને તમામ કિસ્સાઓ માટે લાગુ)
8. કાર્યકારી મૂડી મર્યાદા અને ટર્મ લોનના કિસ્સામાં લોનની મુદત માટે એક વર્ષ માટે અંદાજિત બેલેન્સ શીટ્સ (રૂ. 2 લાખ અને ઉપરના બધા કિસ્સાઓ માટે લાગુ)
9. અરજીની રજૂઆતની તારીખથી ચાલુ નાણાંકીય વર્ષમાં મેળવેલી સેલ્સ.
10. તકનીકી અને આર્થિક વાતાવરણની વિગતો ધરાવતી પ્રોજેક્ટ રિપોર્ટ (સૂચિત યોજના માટે).
11. પાર્ટનરશીપ ડીડ (ભાગીદારી પેઢીના કિસ્સામાં) વગેરે
12. સંપત્તિ અને જવાબદારી નિવેદન (પક્ષની બાંયધરીની ગેરહાજરીમાં), લેનારાઓ સહિતના પાર્ટનર્સને નેટ-વર્થની જાણકારી માટે પૂછી શકાય છે.
13. માલિક / ભાગીદારોના ફોટા (બે કૉપિ)

મુદ્રા લોનનું APPLICATION FORM

આ વિષે ની જાણકારી બેંક તરફથી મળી શકે છે અથવા તેની વેબસાઈટ ઉપરથી Download કરી શકાય છે.
૩. લોનની પ્રોસેસ
બધા કાગળિયાં અને APPLICATION FORM SUBMIT કર્યા પછી તેઓ બીજા ડોક્યુમેન્ટ્સઈ પણ માંગ કરી શકે છે. આ પ્રોસેસમાં થોડા દિવસો પણ લાગી શકે છે. એકવાર આ પ્રક્રિયા પતિ જાય એટલે અરજદારને disbursement amount નો ચેક આપવામાં આવે છે જે ને બેંકના ખાતામાં જમા કરવો પડે છે.

બેંક સુનિશ્ચિત કરે છે કે તમારી લોનની રકમ તમારા ધંધામાં જ વપરાઈ રહી છે કે નઈ. એના માટે કોઈ પણ Machinery અથવાEquipmentની ખરીદારી પણ ચેક માધ્યમથી જ કરવામાં આવે.
જો લોન રીજેક્ટ થાય તો ?
જો ડોક્યુમેન્ટ્સમાં કોઈ ખામી અથવા ભૂલ થઇ ગઈ હોય તો લોનની અરજી રીજેકટ પણ થઇ શકે છે. આવા સંજોગોમાં બેંક અધિકારી જોડેથી માર્ગદર્શન લઈને ભૂલ સુધારી શકાય છે અને પછી લોનની ફરીથી અરજી કારી શકાય છે.

મુદ્રા કાર્ડ :

લોન લેતા તમામ અરજદારોને લોન આપતી વખતે, મુદ્રા કાર્ડ (Rupay Debit Card) આપવામાં આવશે, જે ડેબિટ કાર્ડની જેમ જ હશે. આ રીતે, વ્યવસાયી આ કાર્ડ સાથે તેની લોનના 10% સુધીનો ખર્ચ આમાંથી કરી શકશે. મુદ્રા કાર્ડનો હેતુ બિઝનેસમેનને Working Capitalની જરૂરિયાતોને પૂરી કરવાનું છે, જેથી વેપારી કાર્ડ દ્વારા પોતાના વ્યવસાય માટે દૈનિક બિઝનેસનો ખર્ચો ચૂકવી શકે અને વ્યાજ ખર્ચમાં ઘટાડો કરી શકે.

હાલમાં મુદ્રા યોજના હેઠળની લોન્સ નીચેની સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે:
27જાહેર બૅન્કો દ્વારા
17ખાનગી બૅન્કો દ્વારા
31 પ્રાદેશિક ગ્રામ્ય બેંકો
4 સહકારી બેન્કો દ્વારા
36 માઇક્રોફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન્સ દ્વારા
25 બિન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ દ્વારા
આ લિંક પર ક્લિક કરવાથી બેંકો, જે લોન પૂરી પાડે છે, એમના નામ પણ જાણી શકાય છે. http://www.mudra.org.in/Default/DownloadFile/Shortlisted_Lending_Institutions_eng.pdf

જો મુદ્રા લોન લેતી વખતે કોઈ સમસ્યા હોય, તો તમે આ વેબસાઇટ, મેલ અને હેલ્પલાઈન ફોન નંબરનો સંપર્ક કરી શકો છો -
Mudra Yojana Website - http://www.mudra.org.in/
Mail - [email protected]
National Helpline Numbers For Pradhan Mantri Mudra Yojana - Call - 1800 180 1111 call - 1800 11 0001

SBI ની આ પોલિસી જાણો છો ?

SBI એ ખાતરી આપી છે કે તે30 દિવસની અંદર દેશના નાના વેપારી (એસએમઈ) ને ધિરાણ કરશે. જો તમારી પાસે તમામ દસ્તાવેજો હોય અને તમને SBI બેન્કમાંથી30 દિવસની અંદર લોન ન મળી હોય, તો તમે [email protected] પર સંપૂર્ણ માહિતી સાથે એસબીઆઈના ચેરમેનને ઇમેઇલ કરી શકો છો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: jentilal.com
Top