Thursday, 03 May, 4.05 am Kalol News

હોમ
Movie Review : તમે કેવા ? ફિલ્મ જોઇને કોઈની કાસ્ટ પૂછવાનું ભૂલી જશો, એક ક્લિક કરી વાંચો

ઘણા લાંબા સંઘર્ષને અંતે ' તમે કેવા ' ફિલ્મ રજુ થઇ. પ્રેક્ષકોએ ખુબ ઉમળકાથી વધાવી લીધી. ફિલ્મનો વિષય હટકે છે. ભારતીય સમાજનાં સૌથી મોટા દુષણ જાતિપ્રથા - જાતિવાદ પર ફિલ્મ બનાવવી અને એ પણ ગુજરાતમાં તે એક ક્રાંતિકારી પગલું કહી શકાય.

ચાહે કોઇપણ જાતિનો માણસ હોય પાંચ મિનીટનાં પરિચય પછી તરત જ તમને પૂછશે ' તમે કેવા ' ? સાંપ્રત સમયનો સૌથી અઘરો સવાલ. સવર્ણ કહેવાતી જ્ઞાતિઓ ગર્વભેર જવાબ આપી દેશે પરંતુ જેને સદીઓથી અસ્પૃશ્ય માનવામાં આવ્યાં છે તેવા દલિત સમાજને આ પ્રશ્ન પુછાય ત્યારે છાતીનાં પાટિયા બેસી ગયા હોય તેવો અનુભવ થાય છે.

શું કહે છે ફિલ્મ ડાયરેક્ટર ડૉ. દેવમણી

ફિલ્મ બનાવવાની પ્રેરણા ક્યાંથી મળી તે અંગે તેઓએ કહ્યું કે કેટલાક વિષયો એવા હોય છે જેના પર મોટાભાગે ફિલ્મ બનતી નથી, એવી વાતો કે જે કોઈ કરવા માંગતું નથી કે ધ્યાન આપવા માંગતું નથી. જાતિવાદ એક પ્રશ્ન છે પણ તે અંગે આંખ આડા કાન કરવામાં આવે છે. હકીકતમાં ફેક્ટ કોઈ જોતું નથી. અપર કાસ્ટ હજુ એવા ખ્યાલોમાં છે કે જાતિવાદનું કોઈ અસ્તિત્વ જ નથી.

ફિલ્મ ડાયરેક્ટર પોતે ડોક્ટર છે પરંતુ લોકો સુધી આ પ્રકારનાં વિષયોનાં વિચાર પહોંચે તે હેતુથી ફિલ્મ લાઈનમાં પ્રવેશ કર્યો. વધુમાં તે જણાવે છે કે આપણી વાત - આપણા વિચારો સમાજ સમક્ષ રજુ કરવાના છે. હાલમાં મોર્ડન કાસ્ટિંઝમ પર કઈ બન્યું નથી તેમજ મેઈનસ્ટ્રીમ ફિલ્મ લાઈનમાં દલિત સમાજને એક કચડાયેલો - દબાયેલો બતાવવામાં આવે છે અને ત્યાંથી વિચાર આવ્યો કે કોઈ મજબુત દલિત પાત્ર હોવું જોઈએ જેનું પરિણામ છે ' તમે કેવા '.

ફિલ્મ બનાવવા અને થીએટર મેળવવામાં જે મુશ્કેલી પડી તે અંગે પણ ડૉ. દેવમણી જણાવે છે કે ઘણી વખત વિષયને લઈને શુટિંગ કેન્સલ કરવાની નોબત પણ આવી છે. તો અમુક સમયે અમારે ફિલ્મનું નામ ખોટું કહીને પણ શુટિંગ કરવું પડ્યું છે.

પ્રેક્ષકોનો શું અનુભવ રહ્યો, જાણો

યશ પટેલ જણાવે છે કે ફિલ્મમાં ખુબ જ સુંદર સંદેશ આપવામાં આવ્યો છે. જાતીવાદ હાલમાં પણ છે. આ મુવી એક ચેલેન્જ છે એ લોકો માટે કે જે એમ કહે છે કે જાતિવાદ જેવું કઈ રહ્યું નથી.

વિકટીમનાં મનનો ભાવ વર્ણન કરે છે ફિલ્મ

પ્રજ્ઞેશ લેઉવા જણાવે છે કે ફિલ્મ દરેકે સમજવાલાયક છે. જે પીડિત છે, વિકટીમ છે તેમનાં મનનો ભાવ શું હોય છે તેનું વર્ણન ફિલ્મમાં કરવામાં આવ્યું છે. વધુમાં તેઓએ કહે છે કે આ ભારત દેશ છે, અહી દરેક ભારતીય છીએ. અહી કોઈ નાત - જાત - ધર્મ હોવું ના જોઈએ.

રવિન્દ્ર ભારતીય કહે છે કે મને એવું લાગ્યું મારા ઘરની વાર્તા છે આ કેમ કે મેં ઇન્ટરકાસ્ટ મેરેજ કર્યા છે. વધુમાં તેઓ કહે છે કે અમે તો સમજીએ છીએ પણ આ મુવી ખાસ કરીને તે લોકોએ જોવી જોઈએ જે જાતિવાદનાં કીડા પોતાના મગજમાં લઈને ફરે છે.

અરુણ પટેલ કહે છે કે એજ્યુકેટેડ - ઓફિસર દલિત કાસ્ટનાં હોય ત્યારે તેમનાં બંગલાનું RO નું પાણી પિતા પણ લોકો અભડાય છે. જુઓ તેમનો વિડીઓ….

મુકેશ પરમાર લખે છે કે ' આજે મને ઘણો આનંદ થયો. મેં ફિલ્મ જોઈ. હું કોઈ દિવસ ફિલ્મ જોવા જતો નથી પરંતુ આ ફિલ્મ અંગે ઉત્સુકતા થતાં તેમજ લાગ્યું કે કંઇક સારું હશે જ એટલે મેં નિહાળી.

ઓવરઓલ ફિલ્મ ઘણી જ સુંદર અને મજબુત મેસેજ આપનારી સાબિત થઇ છે. ફિલ્મનાં કલાકારોએ પોતાની અભિનય ક્ષમતાને જોરે ફિલ્મને બેજોડ બનાવી દીધી છે. આશા રાખીએ છીએ કે ફિલ્મ જોયા બાદ હવે કોઈ એકબીજાને આ પ્રશ્ન ના પૂછે ' તમે કેવા ' ?

Kalol News
Dailyhunt
Top