Monday, 07 Jan, 6.40 am Khabarchhe

ગુજરાત
10 ટકા સવર્ણ અનામત માટે જરુરી હશે આ 7 ડોક્યુમેન્ટ, આજે જ કરી લો તૈયાર

મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા કેબિનેટની બેઠકમાં સવર્ણ જાતિઓને 10 ટકા આરક્ષણના નિર્ણય પર તેમની મહોર લગાવી છે. હાલ માનવામાં આવી રહ્યું છે કે ભાજપ મંગળવારના રોજ સંવિધાન સંશોધન બિલ સંસદમાં રજૂ કરી શકે છે. આ બિલના અનુસાર આર્થિક રીતે પછાત સવર્ણ જાતિના લોકોને આરક્ષણ મળશે.

જે સવર્ણોની વર્ષની આવક 8 લાખ રુપિયાથી ઓછી છે તે લોકો આ અનામત હેઠળ આવશે. આ અનામતનો ફાયદો મેળવવા માટે સવર્ણ જાતિના લોકોએ ડોક્યુમેન્ટ બતાવવા પડશે.

અનામતનો લાભ મેળવવા માટે તમારે આવકનો દાખલો બતાવવો પડશે. તમને જણાવી દઈએ કે વર્ષની જેમની આવક 8 લાખ રુપિયાથી ઓછી છે તે લોકો જ આનો ફાયદો ઉઠાવી શકશે. આ સિવાય અનામતનો ફાયદો ઉઠાવવા માટે જાતિ પ્રમાણપત્ર, બીપીએલ કાર્ડ અને પાન કાર્ડ પણ બતાવવુ પડશે. આ સિવાય આધાર કાર્ડ, બેંન્કની પાસબુક અને ઈન્કમ ટેક્સ રિટર્ન પણ બતાવવુ પડશે.

માહિતી મુજબ અનામતની મર્યાદા હાલ 49.5 ટકાથી વધારીને 59.5 ટકા કરવામાં આવશે. ઘણા લાંબાં સમયથી સવર્ણો માટે અનામતની માગ કરવામાં આવી રહી હતી. મહત્વનુ છે કે હજી આ અનામતને લાગુ કરાવવુ ઘણુ મુશ્કેલ છે. સરકારે આ માટે સંવિધાનમાં સંશોધન કરવુ પડશે. આ માટે સંસદમાં અન્ય દળનુ સમર્થન મળવુ પણ જરુરી છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Khabarchhe Gujarati
Top