menu
Start Slideshow
Khabarchheઓફબીટ

12 વર્ષની કામ્યા 6962 મીટર ઊંચો માઉન્ટ એકાંકાગુઆ સર કરનારી સૌથી યુવા પર્વતારોહી

12 February 2020, 10:21 am

12 વર્ષીય વિદ્યાર્થીની કામ્યા કાર્તિકેયન માઉન્ટ એકાંકાગુઆ ચઢનારી દુનિયાની સૌથી યુવા પર્વતારોહી બની ગઇ છે. આર્જેન્ટીનાની એન્ડીજ પર્વતમાળામાં સ્થિત માઉન્ટ એકાંકાગુઆ દક્ષિણ અમેરિકા મહાદ્વિપનો સૌથી ઊંચો પર્વત છે. અધિકારીઓએ કહ્યું હતું કે, તેમણે 1 ફેબ્રુઆરીએ 6962 મીટર ઊંચા પર્વત પર તિરંગો લહેરાવ્યો હતો. કામ્યા મુંબઇની નેવી ચિલ્ડ્રન સ્કૂલમાં સાતમાં ધોરણની વિદ્યાર્થીની છે.

કામ્યાએ 24 ઓગસ્ટ, 2019ના રોજ લદ્દાખમાં 6260 મીટર ઊંચા માઉન્ટ મેન્ટોક કાંગ્રી દ્વિતિય પર ચઢાણ પૂર્ણ કર્યું હતું.

Loading...

No Internet connection

Link Copied