Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'67 પ્રશ્નો 2024ના પ્રશ્નપત્રમાંથી કોપી-પેસ્ટ કરાયા, વિકલ્પ...', UGC NET પેપર પર હોબાળો; NTA સામે ફરિયાદ દાખલ

'67 પ્રશ્નો 2024ના પ્રશ્નપત્રમાંથી કોપી-પેસ્ટ કરાયા, વિકલ્પ...', UGC NET પેપર પર હોબાળો; NTA સામે ફરિયાદ દાખલ

Khabarchhe 1 week ago

ભારતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજવા માટે જવાબદાર નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ફરી એકવાર ચર્ચામાં છે. દેશભરના લાખો યુવાનો વર્ષોથી અથાક તૈયારી કરે છે, તે પરીક્ષા માટે પરીક્ષા પ્રણાલીમાં ખૂબ જ ચોંકાવનારી અને મોટી ખામી હોવાનો દાવો સામે આવ્યો છે. આ તાજેતરની ઘટના UGC NET 2026ની પરીક્ષા સાથે સંબંધિત છે. ચોંકાવનારો આરોપ એ છે કે અંગ્રેજી પેપરમાં કુલ 67 પ્રશ્નો પાછલા વર્ષ એટલે કે 2024ના પ્રશ્નપત્રમાંથી શબ્દશઃ લેવામાં આવ્યા છે.

ફક્ત પ્રશ્નો જ નહીં; જવાબ વિકલ્પોનો ક્રમ પણ બદલવામાં આવ્યો નથી.

મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીનેસુપ્રીમ કોર્ટના જાણીતા વકીલ વિનીત જિંદલે મોરચો ખોલી દીધો છે. તેમણે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ડિરેક્ટર જનરલ (DG) પાસે સીધી ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં, જિંદલે આ ઘટનાને પરીક્ષા પ્રક્રિયાની પારદર્શિતા અને ઇમાનદારી પર મોટો ડાઘ ગણાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા આ વિવાદની જાણકારી દુનિયા સામે રાખી. વિનીત જિંદલે પોતાની પોસ્ટમાં લખ્યું કે, 'આજે, મેં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના ડિયરેક્ટર જનરલને ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. મેં UGC-NET 2026 અંગ્રેજી પરીક્ષામાં આ રીતે પ્રશ્નોનું પુનરાવર્તન થવાના મામલામાં તાત્કાલિક અને સ્વતંત્ર તપાસની માંગ કરી છે.'

 https://x.com/vineetJindal19

વકીલે વધુમાં જણાવ્યું કે તેમને અસંખ્ય વિદ્યાર્થીઓ અને વિષય નિષ્ણાત (વિષય નિષ્ણાંતો) પાસેથી પુરતી માહિતી મળી છે જે દર્શાવે છે કે 150 પ્રશ્નોમાંથી 67 પ્રશ્નો 2024ના પેપરમાંથી સીધા કોપી-પેસ્ટ કરવામાં આવ્યા છે. સવાલો સાથે સાથે જવાબના વિકલ્પોનો ક્રમ પણ બરાબર એ જ રાખવામાં આવ્યો. આ કોઇ સામાન્ય સંયોગથી ખૂબ આગળ એક મોટી પ્રણાલીગત નિષ્ફળતા તરફ ઇશારો કરે છે છે. જો આ આરોપો સાચા સાબિત થાય છે, તો તે ભારતની સૌથી મહત્ત્વપૂર્ણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંની એકની નિષ્પક્ષતા, પારદર્શિતા અને વિશ્વસનીયતા પર શંકાનો મોટો પડછાયો ઉભો કરી દેશે.'

તમને જણાવી દઇએ કે UGC-NET કોઈ સામાન્ય પરીક્ષા નથી; આ પરીક્ષા દ્વારા દેશભરની કોલેજો અને યુનિવર્સિટીઓમાં સહાયક પ્રોફેસરના પદ માટે પાત્રતા નક્કી થાય છે. આ ઉપરાંત, તે જૂનિયર રિસર્ચ ફેલોશિપ (JRF) અને Phd પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે સૌથી મોટો આધાર બને છે. લાખો આશાસ્પદ ઉમેદવારો તેમની કારકિર્દી બનાવવા અને સંશોધન ક્ષેત્રમાં આગળ વધવા માટે આ પરીક્ષા આપે છે. આ સંદર્ભમાંજો 150 પ્રશ્નોમાંથી લગભગ અડધા (67) પ્રશ્નો પાછલા વર્ષોના પ્રશ્નપત્રોમાંથી આવી જાય છે, તો તે પરીક્ષાના હેતુને સંપૂર્ણપણે ખતમ કરી દે છે.

 https://x.com/vineetJindal19

વિનીત જિંદલે તેમની ફરિયાદમાં એક ખૂબ જ વાજવી વાત ઉઠાવી છે કે, આનાથી એવા ઉમેદવારોને સંપૂર્ણપણે અનુચિત લાભ મળશે, જેમણે કોચિંગ સંસ્થાઓ અથવા અન્ય માધ્યમો દ્વારા ભૂતકાળના પ્રશ્નપત્રોને રટી લીધા હતા. તો, જે મેધાવી વિદ્યાર્થીઓ પાછળ છૂટી જશે, જેમણે ઇમાનદારીપૂર્વક અભ્યાસક્રમનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. આ એવા વિદ્યાર્થીઓના સપનાઓ પર સીધો ખેલવાડ છે જેમણે વર્ષો સુધી પોતાના રૂમમાં સીમિત રહીને પરીક્ષાની તૈયારી કરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Khabarchhe Gujarati