Khabarchhe
Khabarchhe

આ ટેલિકોમ કંપનીનો ડેટાપેક થઈ શકે છે મોંઘો, 1GB માટે ચૂકવવા પડી શકે છે રૂ.100

આ ટેલિકોમ કંપનીનો ડેટાપેક થઈ શકે છે મોંઘો, 1GB માટે ચૂકવવા પડી શકે છે રૂ.100
  • 935d
  • 16 shares

આમ તો દુનિયામાં સૌથી સસ્તા ડેટાપ્લાન ભારતમાં પ્રાપ્ય છે. પણ થોડા સમય પહેલા ઘણી બધી ટેલિકોમ કંપનીઓએ પોતાના ડેટાપેક્સના ચાર્જિંગમાં મોટો વધારો કર્યો હતો. છતાં અન્ય દેશની તુલનામાં ભારતમાં ડેટા પ્લાન મોંઘા છે. પણ આવનારા દિવસોમાં ફરી એક વખત ડેટા પ્લાનની કિંમતમાં વધારો થઈ શકે છે. જેની શરૂઆત ટેલિકોમ કંપની એરટેલ કરી શકે છે.

એરટેલના સબસ્ક્રાઈબર્સ માટે એક માઠા સમાચાર છે. કારણ કે ભારતીય એરટેલના ચેરમેન સુનિલ મિત્તલે ડેટા પ્લાનની કિંમતમાં વધારો કરવા માટે એક નિવેદન આપ્યું હતું. તેઓ મોબાઈલ ઈન્ટરનેટની કિંમતમાં વધારો કરવા માટેના સંકેત આપી રહ્યા છે. એમને આપલા નિવેદન અનુસાર આગામી છ મહિનામાં એરટેલ પોતાના ડેટાપ્લાનમાં ફરી ભાવવધારો કરી શકે છે.

No Internet connection

Link Copied