Tuesday, 11 Aug, 5.59 pm Khabarchhe

ગુજરાત
અમદાવાદની આ માર્કેટમાં કોઈએ માસ્ક ન પહેરતા સીલ થઈ, 100થી વધારે દુકાન સીલ

રાજ્યમાં વધી રહેલા કોરોના વાયરસને કેસને ધ્યાને લીઈને તંત્રએ ફરજિયાત માસ્ક પહેરવાનો નિયમ બનાવ્યો છે. જે લોકો માસ્ક ન પહેરે એની સામે રૂ.1000ના દંડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત સરકારની ગાઈડલાઈન્સને પણ અનુસરવી ફરજિયાત છે. સોશિયલ ડિસ્ટન્સ અને હાથ સેનિટાઈઝ કરવા પણ જરૂરી છે. અમદાવાદ શહેરમાં આ ગાઈડલાઈનનો કડકપણે અમલ કરાવવામાં આવી રહ્યો છે. કોર્પોરેશનની સોલિડ વેસ્ટ શાખાએ અનેક જાણીતા મોલને સીલ કર્યા બાદ મંગળવારે મોબાઈલ માર્કેટ તરીકે ઓળખાતા મૂર્તિમન કોમ્પ્લેક્સમાં ટીમ ઊતારી હતી.

છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદ કોર્પોરેશન દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનારી દુકાન તથા મોલ સામે આકરા પગલાં લેવાય રહ્યા છે. અમદાવાદના રિલિફ રોડ પર આવેલા મૂર્તિમન કોમ્પ્લેક્સમાં કોઈએ માસ્ક પહેર્યું ન હતું. માર્કેટમાં ભીડ થઈ હોવાને કારણે બપોરના સમયે ટીમે તપાસ કરી હતી. સોશિયલ ડિસ્ટન્સ ન હોવાને કારણે અને માસ્ક ન પહેર્યું હોવાને લીધે કોમ્પ્લેક્સ બંધ કરી દેવામાં આવ્યું અને 120 દુકાન સીલ કરી દેવામાં આવી હતી. આ પહેલા ગત રવિવારે શહેરના સિંઘુભવન વિસ્તારમાં જુદા જુદા રેસ્ટોરાં અને ખાણીપીણીના પોઈન્ટ પર ટીમે તપાસ કરી હતી. સિંધુ ભવન રોડ પર આવેલી ત્રણ રેસ્ટોરાં અને વસ્ત્રાપુરમાં ગજાનંદ પૌઆ હાઉસમાં ભીડ દેખાતા સીલ કરવામાં આવી હતી. મેંગો રેસ્ટોરાં, પોએટરી રેસ્ટોરાં, બિરમિસ રેસ્ટોરાં આ ત્રણેય રેસ્ટોરાં સિંઘુ ભવન રોડ પર આવેલી છે.

જ્યારે મૂર્તિમન માર્કેટમાં ટીમ ઊતરી ત્યારે અહીં ભારે ભીડ જોવા મળી હતી. આ માર્કેટ મોબાઈલ તેમજ એસેસરી માટે જાણીતું છે. અગાઉ પણ ચીનના ઉત્પાદનને લઈને આ માર્કેટ વિવાદમાં રહ્યું હતું. આ પહેલા પંચવટી વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ મોલને સીલ કરી દેવામાં આવ્યો હતો. જ્યાં લોકો માસ્ક વગર ફરતા નજરે ચડ્યા હતા. મનાઈ હોવા છતાં અહીં ચેન્જિંગ રૂમ ચાલું હતા. કોરોના વાયરસ અંગે જે ગાઈડલાઈન આપવામાં આવી હતી તેનો ભંગ થતો જોવા મળ્યો છે. કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગમાંથી જાણવા મળ્યું હતું કે, હજું આ પ્રકારની ડ્રાઈવ ચાલું રાખવા આવશે. પણ કોઈ વિસ્તાર અંગે અગાઉથી કોઈ સ્પષ્ટતા કરી નથી. બીજી તરફ ગુરૂકુલ પાસે આવેલા હિમાલયા મોલમાં મેકડોનાલ્સ ફૂડ રેસ્ટોરાં પણ સીલ કરી દેવામાં આવી હતી. જ્યાં એક સાથે 25થી વધારે લોકો એકઠા થયેલા જોવા મળ્યા હતા.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Khabarchhe Gujarati
Top