Dailyhunt
અમદાવાદનો આ ગૃહ ઉદ્યોગ છે કે પછી દારૂનો અડ્ડો? ખુલ્લેઆમ પોટલી પેક કરવાનો વીડિયો વાયરલ, પોલીસ બોલી- 'વીડિયો 2 મહિના જૂનો છે'

અમદાવાદનો આ ગૃહ ઉદ્યોગ છે કે પછી દારૂનો અડ્ડો? ખુલ્લેઆમ પોટલી પેક કરવાનો વીડિયો વાયરલ, પોલીસ બોલી- 'વીડિયો 2 મહિના જૂનો છે'

Khabarchhe 2 weeks ago

ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી છે, પરંતુ તેની પોલ અવરનવાર ખૂલતી રહે છે. હવે અમદાવાદનાં સાબરમતી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતો એક ડાવતો એક કિસ્સો સામે આવ્યો છે. સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સરસ્વતીનગરમાં એક બુટલેગર પોતાના ઘરમાં બેસીને બે મહિલાઓ સાથે ગૃહ ઉદ્યોગ ચલાવતો હોય તેમ દેશી દારૂનું પેકિંગ કરી રહ્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ પોલીસે ગુનો નોંધ્યો છે.

divyabhaskar.co.in

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સરસ્વતીનગરમાં એક બુટલેગર પોતાના ઘરમાં બેસીને દેશી દારૂની પોટલીઓ તૈયાર કરી રહ્યો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. આ બુટલેગર અને 2 મહિલાઓ મોટી ખાલી થેલીઓમાં દારૂ ભરી રહ્યા હતા. જોકે, વીડિયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરી હોવાનું જણાવવામાં આવ્યું હતું. સાબરમતી પોલીસ સ્ટેશનના PI યુવરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, વીડિયોમાં દેખાતા બુટલેગર ભરત ઠાકોર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ પોલીસે જણાવ્યું કે, 'આ વીડિયો લગભગ 2 મહિના જૂનો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. વીડિયોમાં દેખાતા મુખ્ય આરોપી બુટલેગર ભરત ઠાકોર વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.'

આ અંગે અમદાવાદ પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આ બનાવમાં તા.31-03-2026 ના રોજ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. 11191039260182/2026, પ્રોહિબિશન એક્ટ ની કલમ 66(1)b, 65(a)(a) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Khabarchhe Gujarati