Friday, 27 Nov, 7.11 pm Khabarchhe

સાયન્સ, ઓટો & ટેક
ભારતની આ કાર છે સુરક્ષિત, ત્રણને મળી છે 5 સ્ટાર રેટિંગ

કાર ખરીદતી વખતે તમે શું જુઓ છો. ઘણી વખત ભારતમાં લોકો નવી કાર ખરીદતી વખતે પહેલા લુક અને માઈલેજ પર વધારે ધ્યાન આપે છે. પરંતુ કાર કેટલી સુરક્ષિત છે તે વાતને સૌ કોઈ નજર અંદાજ કરી દે છે. જ્યારે ગ્રાહકોએ સૌથી પહેલા સેફ્ટી અંગે વિચારવું જોઈએ. શું તમને ખબર છે કે ભારતમાં સૌથી સુરક્ષિત કારની લિસ્ટમાં કોણ કોણ સામેલ છે. કાર સેફ્ટી પ્રોગ્રામ ગ્લોબલ NCAPએ ભારતમાં ઉત્પાદિત સૌથી સુરક્ષિત કારનું લિસ્ટ જાહેર કર્યું છે. ગ્લોબલ NCAPના લિસ્ટમાં ટાટા મોટર્સની 2 કાર અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની એક કારને ફૂલ રેટિંગ મળ્યા છે. એનસીએપીની ક્રેશ ટેસ્ટ પછી મેડ ઈન ઈન્ડિયાની કારને લઈને ઘણા સવાલો ઉઠ્યા છે. ઘણી બધી કાર્સે આ ટેસ્ટમાં ખરાબ પ્રદર્શન કર્યું છે.

Mahindra XUV300:

Mahindraની XUV 300ને ગ્લોબલ NCAP ટેસ્ટમાં 5 સ્ટાર મળ્યા છે. આ કોમ્પેક્ટ SUV મજબૂત ચેસિઝ અને ઘણા બધા ફીચર્સ સેફ્ટી સાથે આવે છે. Mahindraની આ કાર પેટ્રોલ અને ડીઝલ એન્જિન બંને ઓપ્શનમાં ઉપલબ્ધ છે. MAhindraની XUV300ની શરૂઆતની કિંમત 7.95 લાખ રૂપિયા છે.

Tata Altroz:

Tataની આ પ્રિમીયમ હેચબેક કાર Tata Altrozને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ મળી છે. Tataની આ કાર પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિનમાં ઉપલબ્ધ છે. સેફ્ટીના નજારાથી આ કારમાં ડ્યુઅલ એરબેગ્સ, કોર્નરિંગ બ્રેક કંટ્રોલ, EBDની સાથે ABS, રિયર પાર્કિંગ સેન્સર્સ, સ્પીડ વોર્નિંગ એલર્ટ સ્ટાન્ડર્ડ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. તેની શરૂઆતની કિંમત 5.44 લાખ રૂપિયા છે.

Tata Nexon:

Tataની બીજી એક કારને ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ મળ્યા છે. Tataની કોમ્પેક્ટ SUV Nexonને ગ્લોબલ NCAP ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ મળ્યા છે. આ કાર 1.2 લીટર ટર્બો પેટ્રોલ અને 1.5 લીટર ટર્બો એન્જિન ઓપ્શન સાથે આવે છે. આ કારમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, ABS, EBD, ESP, ટ્રેક્શન કંટ્રોલ અને હિલ-હોલ્ડ આસિસ્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. Tata Nexonની શરૂઆતની કિંમત 6.99 લાખ છે.

Maruti Suzuki Vitara Brezza:

Maruti Suzukiની બેસ્ટ સેલિંગ કારમાંની એક Vitara Brezza છે. આ કારને ગ્લોબલ NCAP ટેસ્ટમાં 4 રેટિંગ મળ્યા છે. Brezzaને વયસ્ક સુરક્ષા સુવિધાઓ માટે ચાર સ્ટાર અને બાળ સુરક્ષા માટે 2 સ્ટાર પોતાના નામ પર કર્યા છે. આ ગાડીની શરૂઆતની કિંમત 7.34 લાખ રૂપિયા છે.

Mahindra Marazzo:

Mahindraની Marazzoને ગ્લોબલ NCAP રેટિંગમાં એડલ્ટ પ્રોટેક્શન અને ચાઈલ્ડ ઓકયુપેન્ટ પ્રોટેક્શનમાં 4 સ્ટાર મળ્યા છે. આ કારની શોરૂમની કિંમત 9.99-14.68 લાખ રૂપિયાની વચ્ચે છે.

Valkswagen Polo:

Valkswagen Polo Starને NCAP રેટિંગના હિસાબથી એડલ્ટ પ્રોટેક્શનમાં 4 સ્ટાર રેટિંગ અને ચાઈલ્ડ ઓક્યુપેન્ટ પ્રોટેક્શનમાં 3 સ્ટાર રેટિંગ મળ્યા છે. આ કારની શોરૂમ કિંમત 5.83-9.60 લાખ રૂપિયાની વચ્ચેની છે.

Tata Tigor And Tiago:

Tata Motorsની એન્ટ્રી લેવલ કાર Tiagoને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 4 સ્ટાર રેટિંગ મળશે. તે સિવાય Tata Tigorને પણ ક્રેશ ટેસ્ટમાં 4 સ્ટાર રેટિંગ મળી છે. Tiagoની શરૂઆતની કિંમત 4.60 લાખ રૂપિયા છે, જ્યારે Tigorની કિંમત 5.75 લાખ રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Khabarchhe Gujarati
Top