Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભારે વિરોધ સામે ઝૂકી ગઈ સરકાર? પેટ્રોલમાં 25% ઇથેનોલ ભેળવવાનો નિર્ણય...

ભારે વિરોધ સામે ઝૂકી ગઈ સરકાર? પેટ્રોલમાં 25% ઇથેનોલ ભેળવવાનો નિર્ણય...

Khabarchhe 1 week ago

વાહન માલિકો માટે મહત્ત્વપૂર્ણ સમાચાર છે. પેટ્રોલમાં 25% ઇથેનોલ ભેળવવાનો નિર્ણય મુલતવી રહેવાની શક્યતા છે. E20 ઇંધણ અંગે ચાલી રહેલી રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચેકેન્દ્ર સરકારહાલમાં E25 એટલે કે 25% ઇથેનોલ ધરાવતું પેટ્રોલ લાગુ કરવાની કોઈ ઉતાવળમાં નથી. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, લોકોની ચિંતાઓ અને વધતા વિરોધને ધ્યાનમાં રાખીને સરકાર આ નિર્ણયને થોડા સમય માટે મુલતવી રાખી શકે છે.

આ નિર્ણય શા માટે મુલતવી રાખવામાં આવશે?

તાજેતરમાં, ઘણા વાહન માલિકોએ E20 પેટ્રોલથી એવરેજમાં ઘટાડો, વાહન ખરાબ થવા અને જૂના વાહનો પર પ્રતિકૂળ અસરોની ફરિયાદ કરી છે. આ કારણે, સરકાર E25 લાગૂ કરતા પહેલા વધુ પરીક્ષણ, તકનીકી અભ્યાસ અને પરામર્શ કરવા માંગે છે.હાલમાં, E20 પેટ્રોલ દેશભરમાં ઉપલબ્ધ છે; તેમાં 20% ઇથેનોલ અને 80% પેટ્રોલનો સમાવેશ થાય છે. સરકારનો ઉદ્દેશ્ય ક્રૂડ ઓઇલ આયાત પર નિર્ભરતા ઘટાડવા, પ્રદૂષણ ઘટાડવા અને ખેડૂતોની આવક વધારવા માટે ઇથેનોલના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, સરકાર ઇચ્છે છે કે E25 રજૂ કરતા પહેલા વાહન ઉત્પાદકો, તેલ માર્કેટિંગ કંપનીઓ અને અન્ય તમામ સંબંધિત એજન્સીઓ સંપૂર્ણપણે તૈયાર રહે. આમાં વાહનોનું ફરીથી પરીક્ષણ અને એન્જિન કેલિબ્રેશન જેવી વસ્તુઓ પર પણ કામ કરવામાં આવશે.

વાહન માલિકોનું કહેવું છે કે, E20 પેટ્રોલનો ઉપયોગથી કેટલીક કારમાં એવરેજમાં ઘટાડો થવાની ફરિયાદ આવી છે. જૂના વાહનોમાં એન્જિન અને કેટલાક પાર્ટ્સ ખરાબ થયા છે અને હવે તેને લઇને પણપ્રશ્નો ઉભા થયા છે. જો કે, ઓટો કંપનીઓ અને સરકારનું કહેવું છે કે E20 વ્યાપક પરીક્ષણ પછી જ રજૂ કરવામાં આવ્યું હતું અને નવા વાહનો માટે સંપૂર્ણપણે સલામત છે.

સરકાર ભવિષ્યમાં ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલને વધુ પ્રોત્સાહન આપવા માંગે છે, પરંતુ તે આ ક્ષણે E25 લાગૂ કરવાના નિર્ણયમાં ઉતાવળ કરશે નહીં. પહેલા, તપાસ પૂર્ણ કરવામાં આવશે; પછી જ ભવિષ્યની વ્યૂહરચના નક્કી કરવામાં આવશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Khabarchhe Gujarati