Friday, 23 Nov, 8.11 am Khabarchhe

સાયન્સ, ઓટો & ટેક
BSNLની બમ્પર ઓફર, એક વર્ષ સુધી દરરોજ આપશે 6 GB ડેટા

ટેલિકોમ કંપનીઓ વચ્ચે હવે ડેટા વોર શરૂ થઈ ગયો છે. એવામાં કંપનીઓ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે આકર્ષક પ્લાનો લાવી રહી છે. તો આ લિસ્ટમાં સરકારી કંપની બીએસએનએલ પણ ઉમેરાઈ ગઈ છે. બીએસએનએલે સપ્ટેમ્બરમાં તેના વપરાશકર્તાઓને બમ્પર ઓફર આપી હતી. જેની વેલિડિટી 14 નવેમ્બર સુધી હતી પરંતુ હવે કંપનીએ બમ્પર ઓફરની વેલિડિટી 31 જાન્યુઆરી સુધીની માન્ય કરી છે.

અગાઉ આ પ્લાનમાં યુઝર્સને 2.2 જીબી વધારાનો ડેટા મળતો હતો પરંતુ હવે આ પ્લાનમાં 2.1 જીબી વધારાનો ડેટા મળશે. આ રીતે જો યુઝર્સ બમ્પર ઓફર હેઠળ 1 જીબીવાળો પ્લાન લે છે તો યુઝર્સને દરરોજ 3.1 જીબી ડેટા મળશે. જો તમે બીએસએનએલના નવા યુઝર્સ છો અને તમને બમ્પર ઓફર હેઠળ મળનારા 186 રૂપિયા, 429 રૂપિયા, 485 રૂપિયા, 666 રૂપિયા અને 999 રૂપિયાનો કોઈ પ્લાન લો છો તો તમને દરરોજ 2.1 જીબી ડેટા મળશે.

કંપનીએ વેલિડિટી વધારવાની સાથે જ 1699 રૂપિયા અને 2099 રૂપિયાની બીજી બે નવી બમ્પર ઓફર પણ ઉમેરી છે. જેની વેલિડિટી 365 દિવસની છે. કંપની રૂપિયા 1,699ના પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા પ્રદાન કરશે જ્યારે 2,099 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને દરરોજ 4જીબી ડેટા મળશે. જેમ ઉપર જણાવ્યું તેમ કંપની હવે યુઝર્સને 2.1 જીબી વધારાનો ડેટા આપશે. આમ હવે યુઝર્સ 1699 રૂપિયાવાળા પ્લાનમાં 4.21 જીબી ડેટા મેળવશે. જ્યારે 2,099 રૂપિયાના પ્લાનમાં 6.21 જીબી ડેટા મેળવશે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Khabarchhe Gujarati
Top