Sunday, 18 Nov, 9.40 am Khabarchhe

ગુજરાત
ધોલેરામાં 1,50,000 કરોડનું મૂડીરોકાણ થવાની સરકારને અપેક્ષા

ધોલેરા સ્માર્ટ સિટીમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ ચાલી રહ્યું છે ત્યારે તેને સિવિલ એવિયેશન તરફથી મંજૂરી મળતાં તેમજ વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો શરૂ કરવામાં આવતા એવો દાવો થઇ રહ્યો છે કે 2019ના અંત સુધીમાં ધોલેરામાં એક લાખ કરતાં વધુ લોકો વસવાટ કરતા હશે. આ સિટીને ભારત સરકાર ડેવલપ કરી રહ્યું છે. ભારત સરકારે જ લાર્સન એન્ડ ટુબ્રોને 1734 કરોડનો ઇપીસી કોન્ટ્રાક્ટ આપ્યો છે તે પોર્ટ સિટી ધોલેરા એ ભારતનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બનશે. આ સિટી દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર- ડીએમઆઇસીમાં આવતું હોવાથી કેન્દ્રએ તેને આ દરજ્જો આપ્યો છે.

ઉદ્યોગ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ધોલેરામાં એસપીવી એ સસ્ટેનેબલ ટાઉનશીપ બેઝ કામ કરશે.ક્યુબ કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ કંપની આ સ્થળે એડમિનિસ્ટ્રેટીવ અને બિઝનેસ સેન્ટર ઉભું કરી રહી છે. ધોલેરા સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ એ ડીએમઆઇસી અને ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિઝિયન ડેવલપમેન્ટ ઓથોરિટીનું સંયુક્ત સાહસ છે. આ ઓથોરિટીએ યોજેલી પહેલી બેઠકમાં ઇપીસી- એન્જિનિયરિંગ પ્રોજરમેન્ટ કન્સ્ટ્રક્શનના ભાગરૂપે ધોલેરામાં 1734.04 કરોડના ખર્ચે માર્ગ અને વિવિધ સર્વિસ પૂરી પાડવામાં આવી રહી છે અને આ કામ માટે સરકારે એલએન્ડટીને કોન્ટ્રાક્ટ આપ્યો છે.

આ સિટી માટે એડમિનિસ્ટ્રેટીવ અને બિઝનેસ સેન્ટરનો 72.71 કરોડનો કોન્ટ્રાક્ટ ક્યુબ કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગને આપવામાં આવ્યો છે. એસપીવી એ બે કોન્ટ્રાક્ટ ફાઇનલ કર્યા છે અને આ સ્માર્ટ સિટીનું ડિઝાઇન વર્ક તેમજ કન્સ્ટ્રક્શન શરૂ કરી દેવામાં આવ્યું છે. માર્ગ અને સર્વિસના કોન્ટ્રાક્ટમાં 72 કિલોમીટરનું કામ કરવાનું થાય છે. આ અંતરમાં સ્ટ્રોમવોટર, ડ્રેનેજ સિસ્ટમ, પાણી, વેસ્ટ વોટર, રિસાયકલ વોટર, પાવર, ગેસ અને ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી જેવી સુવિધાઓ ઉભી કરવાની થાય છે.

ધોલેરામાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન બનાવવાનો છે. એ ઉપરાંત નોલેજ અને આઇટી ઝોન, સોલાર પાર્ક, રેસિડેન્સિયલ ઝોન, હાઇ એક્સેસ કોરિડોર, સિટી સેન્ટર, એગ્રીકલ્ચર ઝોન, વિલેજ બફર અને ટુરિઝમ રિસોસ્ટ ઉભા કરવાના થાય છે. આ તમામ સુવિધાઓથી લોકો ધોલેરા તરફ આકર્ષાશે અને આ સિટીનો ઉદય થશે. એઇકોમ કે જે યુએસ બેઝ કન્સલ્ટીંગ ફર્મ છે. સરકારને આશા છે કે ધોલેરા સ્માર્ટ સિટીમાં 2019 સુધીમાં એક લાખ લોકોનો વસવાટ કરશે. આ જગ્યાએ નવી ટેક્નોલોજીના આધારે ઇમારતો અને બિલ્ડિંગ ખૂબ ઓછા સમયમાં ઉભા કરવામાં આવશે.

અમદાવાદ જિલ્લાના ધંધુકાથી ધોલેરા 30 કિલોમીટર દૂર છે અને તેને નેશનલ મેન્યુફેક્ચરીંગ પોલિસી હેઠળ નોટીફાય કરવામાં આવ્યું છે. ઓગષ્ટ 2014માં ધોલેરાને એનવાયરમેન્ટલ ક્લિયરન્સ આપવામાં આવેલું છે. આ સિટીના ડેવપલમેન્ટ માટે હવે 1.50 લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થવાની સરકારને અપેક્ષા છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ બનતાં ધોલેરા વિશ્વના નકશામાં સ્થાન પામનારૂં ભાજપનું પહેલું સ્માર્ટ સિટી બનશે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Khabarchhe Gujarati
Top