
રાજસ્થાન હાઇકોર્ટે GEN Z, GEN ALFA, GEN BITAના કલ્યાણ અને ભવિષ્ય અંગે સુઓમોટો દાખલ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારને સ્ટેટસ અને એક્શન રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
જસ્ટીસ અનૂપ કુમાર ધાંડની બેન્ચે આદેશમાં કહ્યું છે કે, શાળા-કોલેજ, યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલી પેઢી જ દેશનું ભવિષ્ય છે.તેમને મળતું શિક્ષણ, વાતાવરણ, તકો દેશનું ભવિષ્ય નક્કી કરશે.
કોર્ટે ગ્રામિણ શાળાઓ, સરકારી શાળાઓમા પાયાની સુવિધાના અભાવ વિશે ચિંતા વ્યકિત કરી છે. બાળકોની વધી રહેલા સ્ક્રીન ટાઇમ વિશે પણ વાત કરી છે અને બાળકોના સ્કીન ટાઇમ ઘટાડવા નીતિ ઘડવા માટેનો પણ આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે, આજના જમાનામાં ટેકલોનોજી સમયની માંગ છે, પરંતુ પરંપરાગત શિક્ષણ પણ ન ભુલાવુ જોઇએ.

