ઊર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં વીજ વપરાશ કરતા વીજ ગ્રાહકોને સસ્તા દરે વીજળી મળી રહે અને વીજ ઉત્પાદન ખર્ચનું ભારણ ગ્રાહકો પર ન પડે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ વાળી રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો ગ્રાહકોના હિતમાં કર્યા છે જેના ભાગરૂપે રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 16 પૈસાનો ઘટાડો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેના પરિણામે રાજ્યના અંદાજે 1.30 કરોડથી વધુ ગ્રાહકોને રૂપિયા 310 કરોડની રાહતોના લાભ મળશે.
ઊર્જા મંત્રીએ ઉમેર્યું કે વીજ વપરાશકર્તા ગ્રાહકો પાસેથી વીજ બિલમાં એનર્જી ચાર્જ ઉપરાંત ફ્યુઅલ સરચાર્જ લેવામાં આવે છે આ ફ્યુઅલ સરચાર્જની વસુલાત નામદાર ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા નક્કી કરેલા ફોર્મ્યુલાના આધારે વસૂલવામાં આવે છે.
જો તમે દુકાનદાર છો અને WhatsApp દ્વારા વધુને વધુ ગ્રાહકો સાથે જોડાવા માંગો છો અને તમારો બિઝનેસ વધારવા માંગો છો, તો WhatsApp એ આજે તમારા માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. ખરેખર, META ની ઇનઓગ્રલ બિઝનેસ મેસેજિંગ કોન્ફરન્સ, કન્વર્સેશનમાં, માર્ક ઝુકરબર્ગ, સ્થાપક અને CEO, એ WhatsApp બિઝનેસ મેસેજિંગ ઑફર માટે અપડેટની જાહેરાત કરી.
ભારતીય શેરબજારમાં રોજબરોજ મસમોટા વધારા-ઘટાડા જોવા મળી રહ્યાં છે. દલાલ સ્ટ્રીટમાં ગઈકાલે 2.5%ના કડાકામાં રોકાણકારોની સંપત્તિમાં અંદાજે 7 લાખ કરોડના ધોવાણ બાદ સપ્તાહના અંતિમ સત્રમાં બેંચમાર્ક ઈન્ડાયસિસમાં 2.50%નો ઉછાળો જોવા મળી રહ્યો છે. બજારમાં સાર્વત્રિક ખરીદારીને પગલે સેન્સેકસ શુક્રવારના સત્રમાં 1200 અંકોના ઉછાળે 54,000ના લેવલની આસપાસ કામકાજ કરી રહ્યો છે.
No Internet connection |