Wednesday, 03 Mar, 8.31 pm Khabarchhe

સાયન્સ, ઓટો & ટેક
Hyundaiની સૌથી નાની અને બજેટ SUV Bayon પરથી ઉઠ્યો પડદો

દુનિયાભરમાં કોમ્પેક્ટ SUV સેગ્મેન્ટ લોકોમાં ઘણું ઝડપથી લોકપ્રિય બની રહ્યું છે. દક્ષિણ કોરિયાની પ્રમુખ વાહન નિર્માતા કંપની Hyundaiએ આખરે પોતાની સૌથી નાની SUV Hyundai Bayon પરથી પડદો ઉઠાવી લીધો છે. આ SUVનું પ્રોડક્શન કંપનીના ઈઝ્મિત સ્થિત ફેક્ટરીમાં કરશે અને આશરે 40 દેશોમાં તેને એક્સપોર્ટ કરવામાં આવશે. તો ચાલો જોઈએ લઈએ આ સૌથી નાની SUVના ફીચર્સ અંગે.

હાલમાં જ થોડા સમય પહેલા આ કારની લીક થયેલા ફોટા સામે આવ્યા હતા પરંતુ કંપનીએ હવે ઓફિશિયલી તેને લોન્ચ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નવી બેયોનનું નામ દક્ષિણપૂર્વ ફ્રાન્સના એક શહેર બેયોની પરથી પ્રેરિત છે. આ SUVને ખાસ કરીને યુરોપિયન માર્કેટને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવી છે. આ કંપની તરફથી લોન્ચ થનારી પહેલી એન્ટ્રી લેવલની SUV હશે.

Hyundai Bayonના ફ્રન્ટમાં કંપનીએ પહોળા ગ્રિલની સાથે એક મોટું એર ઈન્ટેક આપ્યું છે. ત્રણ પાર્ટમાં વિભાજીત થયેલી મેઈન હેડલાઈટમાં ડે ટાઈમિંગ રનિંગ લાઈટ્સની સાથે હાઈ બીમ પણ આપવામાં આવી છે. તેમાં DRLsને હુડની નીચે આપવામાં આવ્યું છે. ત્યાં જ એરો શેપ સી-પિલર એસયુવીના સાઈડ પ્રોફાઈલને દમદાર લૂક આપે છે. તે સિવાય LED લાઈટ્સનો આ એસયુવીમાં ઘણો વધારે ઉપયોગ કરવામાં આવ્યો છે. જે તેને મોર્ડન લૂક આપે છે.

જો કારના આકારની વાત કરીએ તો તેની લંબાઈ 4180mm, પહોળાઈ 1775mm અને ઊંચાઈ 1490mm છે. તેમાં 2580mmનું વ્હીલબેસ આપવામાં આવ્યું છે. આ SUV 15 ઈંચના સ્ટીલ વ્હીલની સાથે 16 અને 17 ઈંચના એલોય વ્હીલ સાથે લોન્ચ કરવામાં આવી છે. આ SUVમાં સ્પેસનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે, તેમાં તમને 411 લીટરની બૂટ સ્પેસ આપવામાં આવી છે.

Hyundai Bayonને સંપૂર્ણ રીતે એડવાન્સ ફીચર્સથી લેસ બનાવવામાં આવી છે. તેમાં 10.25 ઈંચનું ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 8 ઈંચની ડિસપ્લે ઓડિયો સિસ્ટમ પણ આપવામાં આવી છે. તે સિવાય LED એમ્બિયન્ટ લાઈટિંગ SUVના કેબિનને આકર્ષક બનાવે છે. અન્ય ફીચર્સમાં તેમાં લેન ફોલોઈંગ આસિસ્ટ, ફોવર્ડ કોલાઈઝન ઓવયડન્સ આસિસ્ટ જેવા સેફ્ટી ફીચર્સ પણ આપ્યા છે. આ એસયુવી ત્રણ અલગ અલગ ઈન્ટિરીયર કલર્સની સાથે આવી રહી છે, જેમાં બ્લેક, ડાર્ક લાઈટ ગ્રે અને ડાર્ક ગ્રે કલર સામેલ છે. આ કારની કિંમત 7-8 લાખ વચ્ચે હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

કારના એન્જિનની વાત કરીએ તો આ SUVમાં કંપનીએ તે જ એન્જિનનો ઉપયોગ કર્યો છે જે i20માં પણ જોવા મળે છે. આ SUVમાં કંપનીએ 1.0 લિટરની ક્ષમતાવાળું T-GDi એન્જિનનો ઉપયોગ કર્યો છે. જે 100 PSથી લઈને 120 PSનો પાવર જનરેટ કરે છે. આ 6 સ્પીડ મેન્યુઅલ અને 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે આવે છે. જેમાં ત્રણ ડ્રાઈવિંગ મોડ્સ પણ આપ્યા છે, જેમાં ઈકો, નોર્મલ અને સ્પોર્ટ સામેલ છે. ભારતમાં આ કાર ક્યારે લોન્ચ થશે તે અંગે કંપની દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં તેને ભારતમાં પણ લોન્ચ કરી દેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Khabarchhe Gujarati
Top