Friday, 23 Apr, 12.31 am Khabarchhe

ગુજરાત
જનતા જાગે તો કોરોના ભાગેના ભુજમાં હોર્ડિંગ્સ લગાવાયા

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું કે, કોરોના પરિસ્થિતિમાં જનજાગૃતિ કારગર ઉપાય છે. ભુજ તાલુકાની કુનરીયા જુથ ગ્રામ પંચાયતે આવા જાગૃતીના તમામ માધ્યમોનો ઉપયોગ કરી લોકોને સલામત રહેવા અપીલ કરી છે. કુનરીયાના સરપંચ સુરેશભાઈ છાંગા અને તલાટી નારણભાઇ આહિરે ગ્રામજનો સાથે ચર્ચા કરીને એક નવતર પ્રયોગ અમલમાં મૂક્યો છે. ટીકા મહોત્સવથી કોરોનાને માત આપવી તેમજ ગ્રામજનોને સાવચેત અને જાગૃત રાખવા ગામના જાહેર સ્થળોએ જન જાગૃતિના બોર્ડ-લગાવીને; મોટા હોર્ડિંગ્સ લગાવીને લોકોમાં કૉરોના વિષયક જનજાગૃતિ ફેલાવવાનું સ્તુત્ય પગલું ભર્યું છે.

જાહેર જનતાજોગ સંદેશ, covid-19 હેઠળ ગ્રામજનોને નોવેલ કોરોના વાયરસ બાબતે તમામ વિગતો જણાવીને આ રોગના લક્ષણો દેખાય તો આરોગ્ય શાખા કે મેડિકલ ઓફિસરનો સંપર્ક કરવા સહિતની વિગતો આ હોર્ડિંગમાં દર્શાવવામાં આવી છે.

જનતા જાગે તો કોરોના ભાગે આ વાત અહીંના લોકોમાં કોરોના ભગાવવા માટેની તૈયારી જોઈને કહી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Khabarchhe Gujarati
Top