menu
Khabarchheગુજરાત

જાણો 14 તારીખે ગુજરાતના ક્યા-ક્યા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

13 September 2019, 6:40 am

ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘ રાજા મહેરબાન થયા છે. ગુજરાતમાં આ વર્ષે સિઝનનો કુલ 116% વધારે વરસાદ નોંધાયો છે. સારા વરસાદના કારણે ગુજરાતના ડેમો, નદીઓ અને તળાવો પાણીથી છલકાય ગયા છે અને હજુ પણ નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થઇ રહી છે. સારા વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખૂશીની લાગણી જોવા મળી રહી છે. કારણ કે, ખેડૂતોની આજીવિકા અને પાકની ઉપજ વરસાદ પર જ નિર્ધારિત રહે છે. ગત વર્ષે ઓછા વારસાદના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણીની અછતના કારણે ખેડૂતો વાવેતર પણ કરી શક્યા ન હતા.

છેલ્લા ત્રણથી ચાર દિવસથી કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કેટલાક ગામડાઓમાં પાણી ભરાઈ જવાની પણ ઘટનાઓ પણ સામે છે, તો કેટલીક જગ્યાઓ પર નદીઓમાં નવા નીરની આવક થવાના કારણે કેટલાક ગામડાઓમાં સંપર્ક વિહોણા થઇ ગયા છે, ત્યારે હજુ પણ રાજ્ય પર બે વરસાદી સીસ્ટમ સક્રિય થઈ છે.

Loading...

No Internet connection

Link Copied