Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જેફરી એપસ્ટીનના મૃત્યુ અંગે ચોંકાવનારો ખુલાસો

જેફરી એપસ્ટીનના મૃત્યુ અંગે ચોંકાવનારો ખુલાસો

Khabarchhe 5 days ago

જેફરી એપસ્ટીનના મૃત્યુને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો આવ્યો છે. જાણીતા ફોરેન્સિક નિષ્ણાતે દાવો કર્યો છે કે, જેફરી એપસ્ટીનનું મૃત્યુ આત્મહત્યા નહીં, પરંતુ હત્યા હતી. આ દાવાએ જેફરી એપસ્ટીનના 2019ના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર સવાલ ઊભા કર્યા છે. ફોરેન્સિક નિષ્ણાત પ્રોફેસર માઈકલ ફ્રીમેને BBCના ન્યૂઝનાઈટને આપેલા ઇન્ટર્વ્યૂમાંસનસનાટીભર્યો ખુલાસો કર્યો કે , ન્યૂયોર્કના મેડિકલ એક્ઝામિનરની ફાઈલો અને પોસ્ટમોર્ટમ રેકોર્ડ્સન સમીક્ષા કરી.

તેના આધારેકહી શકું છું કે જેફરી એપસ્ટીનનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અનેપાછળથી હુમલો થયો હતો.

જેફરી એપસ્ટીન 10 ઓગસ્ટ, 2019ના રોજ ન્યૂયોર્કની જેલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેની વિરુદ્વ સેક્સ ટ્રાફિકિંગના કેસ ચાલી રહ્યા હતા, પરંતુ તેનું અચાનક મોત થઇ ગયું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના મોતને આત્મહત્યા ગણાવવામાં આવી હતી. રિપોર્ટમાં જણાવાયું હતું કે તેના શરીર પર જોવા મળેલી ઈજાઓ આત્મહત્યા સાથે મળે છે અને હુમલો થવા પર વચાવના કોઈ પુરાવા પણ મળ્યા નથી, હત્યા તરફ ઇશારો કરે છે. મેડિકલ એક્ઝામિનર ડૉ. બાર્બરા સેમ્પસને પણ આ મોતને આત્મહત્યા ગણાવી હતી; જોકે, હવે આ નવા ખુલાસાએ તેમની થિયરી પર સવાલ ઊભા કર્યા છે.

પ્રોફેસર માઈકલ ફ્રીમેન ફોરેન્સિક વિજ્ઞાનના ક્ષેત્રમાં એક જાણીતું નામ છે અને પોલીસ કસ્ટડીમાં હોય તેવા વ્યક્તિઓના મૃત્યુની તપાસ કરવામાં નિષ્ણાત છે. તેમણે મિનેસોટાના જ્યોર્જ ફ્લોયડ કેસ પણ ઉકેલ્યો હતો. તો જેફરી એપસ્ટીન એક અમેરિકન ફાઈનાન્સર અને બાળ જાતીય શોષણનો અપરાધી હતો, જે સગીર છોકરીઓના સેક્સ ટ્રાફિકિંગનું નેટવર્ક ચલાવતો હતો. 2005માં, ફ્લોરિડાના પામ બીચ પર એક 14 વર્ષીય છોકરીના માતા-પિતાએ જાતીય શોષણ અંગે ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ જેફરી એપસ્ટીન સામે તપાસ શરૂ થઈ હતી. 2008માં, એપસ્ટીને સગીરોને વેશ્યાવૃત્તિમાં કરાવવાનો ગુનો કબૂલ્યો હતો.

2008માં 13 મહિનાની જેલની સજા ભોગવ્યા બાદ તેને મુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુપરંતુ જુલાઈ 2019માંસગીર છોકરીઓના સેક્સ ટ્રાફિકિંગના આરોપમાં તેની ફરી ધરપકડ કરવામાં આવી હતી. એપસ્ટીન પર આરોપ હતો કે તે ન્યૂયોર્કમાં તેના નિવાસસ્થાને અને કેરેબિયન સમુદ્રમાં આવેલા તેના ખાનગી ટાપુ લિટલ સેન્ટ જેમ્સપર સગીર છોકરીઓનું જાતીય શોષણ કરતો હતો અને તેમને વેશ્યાવૃત્તિમાં ધકેલતો હતો. બ્રિટિશ સોશિયલાઇટ ગિલન મેક્સવેલે આ મામલે એપસ્ટીનની મદદ કરી હતી; તે છોકરીઓ તેની પાસે લાવતી હતી, જે પહેલા અપસ્ટીન અને પછી લોકોના જાતીય શોષણનો ભોગ બનતી હતી. આ ભૂમિકા બદલ તેને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Khabarchhe Gujarati