Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જ્યૂરિકમાં સરેરાશ માસિક પગાર 8 લાખ રૂપિયા, દુનિયાના આ 10 શહેરોમાં મળે છે સૌથી વધુ પગાર

જ્યૂરિકમાં સરેરાશ માસિક પગાર 8 લાખ રૂપિયા, દુનિયાના આ 10 શહેરોમાં મળે છે સૌથી વધુ પગાર

Khabarchhe 2 weeks ago

તાજેતરમાં, ડ્યુશ બેંકે વર્ષ 2026 માટે વિશ્વભરના 69 મુખ્ય શહેરોમાં આવકવેરા કપાત પછી સરેરાશ માસિક પગારનો ડેટા જાહેર કર્યો. બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે કે, વિશ્વના કયા શહેરો કરવેરા કપાયા પછી સૌથી વધુ પગાર આપે છે.

 businessinsider.com

એકસરખા પગાર અંદાજ સુનિશ્ચિત કરવા માટે, વિવિધ સ્થળોએ માલ અને સેવાઓની તુલના કરવાના હેતુથી બધા આંકડાઓને US ડૉલરમાં રૂપાંતરિત કરવામાં આવ્યા હતા.

આ અહેવાલ ક્રાઉડસોર્સ્ડ ડેટા પર આધારિત છે.

સૌથી વધુ પગાર ધરાવતા વિશ્વભરના ટોચના 10 શહેરોમાંથી 5 યુરોપમાં છે. જ્યૂરિખ અને જીનીવા યાદીમાં સૌથી આગળ છે, આ બંને શહેર સ્વિટ્ઝર્લૅન્ડમાં છે. જો કે, અમેરિકન શહેરોએ પણ આ યાદીમાં પોતાની હાજરી પુરાવી છે.

 indianexpress.com

આ રહી ટોચના 10 શહેરોની યાદી: 1-જ્યૂરિક- કર કપાત પછીનો માસિક સરેરાશ પગાર 8363 ડૉલર, 2-સાન ફ્રાન્સિસ્કો-કર કપાત પછીનો માસિક સરેરાશ પગાર 7601 ડૉલર, 3-જિનેવા-કર કપાત પછીનો માસિક સરેરાશ પગાર 7444 ડૉલર, 4-બોસ્ટન-કર કપાત પછીનો માસિક સરેરાશ પગાર 6258 ડૉલર, 5-ન્યૂ યોર્ક-કર કપાત પછીનો માસિક સરેરાશ પગાર 5434 ડૉલર, 6-લક્ઝમબર્ગ-કર કપાત પછીનો માસિક સરેરાશ પગાર 5196 ડૉલર, 7-શિકાગો-કર કપાત પછીનો માસિક સરેરાશ પગાર 4984 ડૉલર, 8-કોપનહેગન-કર કપાત પછીનો માસિક સરેરાશ પગાર 4703 ડૉલર, 9-એમ્સ્ટરડમ-કર કપાત પછીનો માસિક સરેરાશ પગાર 4554 ડૉલર, 10-લોસ એન્જલસ-કર કપાત પછીનો માસિક સરેરાશ પગાર 4480 ડૉલર.

 businessinsider.com

વૈશ્વિક ટોચના 10 શહેરોની યાદીમાં જ્યૂરિખ પછી સાન ફ્રાન્સિસ્કો બીજા ક્રમે છે. જીનીવા, બોસ્ટન અને ન્યૂ યોર્ક અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે છે. લક્ઝમબર્ગ, શિકાગો અને કોપનહેગન અનુક્રમે છઠ્ઠા, સાતમા અને આઠમા ક્રમે છે. એમ્સ્ટરડમ નવમા ક્રમે છે, જ્યારે લોસ એન્જલસ ટોચના 10 શહેરોની યાદીમાં છેલ્લા ક્રમે છે.

એશિયામાં, ટોક્યો આગળ છે. વિશ્વના મુખ્ય આર્થિક કેન્દ્રોમાંનું એક હોવા છતાં, ટોક્યો સર્વે કરાયેલા 69 શહેરોમાંથી 39મા ક્રમે છે, જેની સરેરાશ માસિક આવક 2394 ડૉલર છે. એકંદરે, એશિયન મહાનગરોમાં આવકના સ્તરમાં ખુબ મોટું અંતર હોય છે.

 jansatta.com

શાંઘાઈ સરેરાશ 1708 ડૉલર અને બેઇજિંગ 1561 ડૉલર છે. યાદીમાં નીચે બેંગલુરુ, મુંબઈ, દિલ્હી, બેંગકોક, મનીલા અને જકાર્તા જેવા મુખ્ય શહેરો છે, જેમની ચોખ્ખી આવક દર મહિને 1000 ડૉલર કરતા પણ ઓછી છે.

સૌપ્રથમ 2012માં પ્રકાશિત થયેલા અહેવાલમાં ફુગાવા, વૃદ્ધિ, ભાવ અને વિનિમય દરમાં થયેલા મોટા વધઘટની તપાસ કરવામાં આવી હતી. લાંબા ગાળાનો વલણ એ હતો કે, યુનાઇટેડ સ્ટેટ્સ ઘણી રીતે વધુ મોંઘુ બન્યું, જ્યારે જાપાન પ્રમાણમાં મોંઘા દેશથી ખૂબ સસ્તા દેશની દિશા તરફ ગયું. આ એક ખુબ મોટો ફેરફાર જોવા મળ્યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Khabarchhe Gujarati