Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કોણ છે દેવેન્દ્ર નાથ મહતો? જેઓ બન્યા રાંચીના Gen-Z વિદ્યાર્થી આંદોલનનો ચહેરો

કોણ છે દેવેન્દ્ર નાથ મહતો? જેઓ બન્યા રાંચીના Gen-Z વિદ્યાર્થી આંદોલનનો ચહેરો

Khabarchhe 1 week ago

રાંચીના જયપાલ સિંહ સ્ટેડિયમમાં JPSC અને JSSC પરીક્ષાઓમાં ગેરરીતિઓ સામે વિદ્યાર્થીઓના વિરોધ આંદોલનમાં હવે જંતર-મંતરની જેમ જ વચ્ચેસોનમ વાંગચુકની યાદ અપાવે તેવી એક વ્યક્તિ ઉભરી આવી છે. આ છે વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મહતો. તેમણે JPSC અને JSSC બંને એજન્સીઓની સંપૂર્ણ સફાઈ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભૂખ હડતાળ પર રહેવાનો સોગંધ ખાધા છે.

તેમની સાથે ઝારખંડના યુવાનોની સંવેદનાઓ ખૂબ ઊંડી રીતે જોડાયેલી છે. ચાલો તેમના વિશે વધુ જાણીએ.

આજતકના અહેવાલ મુજબ, દેવેન્દ્ર નાથ મહતોએ જણાવ્યું કે, 'હમણાં નહીં તો ક્યારેય નહીં. JPSCની 14મી સિવિલ સર્વિસીસ પરીક્ષાના પ્રારંભિક પરિણામો જાહેર થયા પછી, તેમણે 5 જુલાઈના રોજ આંદોલન માટે બ્યુગલ ફૂંક્યું હતું. મહતો કહે છે કે અસંખ્ય ગેરરીતિઓ હતી, જે હવે પબ્લિક ડોમેનમાં બધા સામે છે. એવામાં મારી પાસે ભૂખ હડતાળ પર જવા સિવાય કોઈ વિકલ્પ નથી. તેમણે જણાવ્યું કે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના સ્થાપક અભિજિત દિપકેએ તેમની સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી હતી અને વિદ્યાર્થી આંદોલનને સમર્થન આપવાની ખાતરી પણ આપી હતી; બંને વચ્ચે ખૂબ જ સારી વાતચીત થઈ હતી.

 jagran.com

રાંચી જિલ્લાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તાર રાહે બ્લોકના કાપડીહ ગામના વતની દેવેન્દ્ર નાથ મહતોએ પડકારજનક પરિસ્થિતિઓમાં પોતાનું શિક્ષણ શરૂ કર્યું હતું. સંઘર્ષ અને અવિરત મહેનત દ્વારાતેમણે બે વિષયોમાં ફર્સ્ટ ક્લાસ સાથે અનુસ્નાતક ડિગ્રી તેમજ બી.એડ.ની ડિગ્રી મેળવી. આટલું જ નહીં, તેમણે 2006મા મેટ્રિક પરીક્ષા (JAC, રાંચીબુંદુથી) ફર્સ્ટ ક્લાસ અને 2008માં ઇન્ટરમીડિયેટ સાયન્સની પરીક્ષા,પણ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરી હતી. તેમણે રાંચીની ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ ક્લાસના સન્માન સાથે સંસ્કૃતમાં સ્નાતકની ડિગ્રી પણ મેળવી.

ત્યારબાદ, તેમણે સત્ર 2015-2017માં હજારીબાગથી બી.એડ. પણ ફર્સ્ટ ક્લાસ સાથે પૂર્ણ કર્યું.ત્યારબાદ તેમણે રાંચીની ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી યુનિવર્સિટીમાંથી સંસ્કૃત (2018-2020) અનુસ્નાતક કર્યું અને પછી 2020-22માં આ જ યુનિવર્સિટીમાંથી કુરમાલી, જનજાતિય અને પ્રાદેશિક ભાષાઓમાં ફર્સ્ટ વિભાગમાં નુસ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી. તેઓ છઠ્ઠી JPSC પરીક્ષામાં કથિત અનિયમિતતાઓ અને ગેરરીતિઓ સામે ચાલી રહેલા આંદોલનમાં સક્રિયપણે ભાગ રહેવા દરમિયાન તેમણે તેમની માતાને ગુમાવ્યા હતા, છતા તેઓ વિદ્યાર્થીઓના અધિકારો માટેની લડાઈમાં ડગમગ્યા નહીં.

 abplive.com

વર્ષ 2015થી, તેમણે વિદ્યાર્થીહિત સંબંધિત મુદ્દાઓ, જેમ કે શિષ્યવૃત્તિ, પેપર લીક, ભરતી નિયમો, ગેરરીતિ, રોજગાર નીતિઓ અને JPSC અને JSSC દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓમાં અનિયમિતતાઓને પ્રમુખતાથી ઉઠાવે છે. તેમણે દરેક સ્તરે વિદ્યાર્થીઓ માટે અવાજ ઉઠાવ્યો છે, તેમના અધિકારો અને હકો સુરક્ષિત કરવા માટે સતત સંઘર્ષ કર્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Khabarchhe Gujarati