Thursday, 29 Jul, 9.00 am Khabarchhe

લાઇફ સ્ટાઈલ
કોરોના સમયમાં નેગેટિવ સમાચાર જોવાની લત બનાવી રહી છે ડિપ્રેશનનો શિકાર

કોરોના મહામારી લોકોને આર્થિક અને માનસિક બંને રીતે પ્રભાવિત કરી રહી છે. ઈન્ટરનેટ પર કોરોના સાથે સંકળાયેલા સમાચાર સતત જોવાની અસર લોકોના મેન્ટલ હેલ્થ પર પણ થઈ રહી છે. મહામારીનો મેન્ટલ હેલ્થ સાથે સંકળાયેલો એક પ્રભાવ છે ડૂમ સ્ક્રોલિંગ અથવા ડૂમ સર્ફિંગ. ધ જર્મિનેટમાં પબ્લિશ એક આર્ટિકલ અનુસાર, જ્યારે તમે સતત નેગેટિવ અથવા ડિપ્રેશનવાળા સમાચારને સ્ક્રોલ કરતા રહો છો, તો તેને ડૂમ સર્ફિંગ અથવા ડૂમ સ્ક્રોલિંગ કહેવામાં આવે છે. ચિંતા વધારનારા સમાચાર વિશે પણ વધુ જાણકારી મેળવવા માટે તેને સતત સ્ક્રોલ કરતા રહેવુ સામાન્ય વાત છે.

આપણામાંથી ઘણા બધા લોકો મહામારી સાથે સંબંધિત સમાચારો અને તેની સામે ઝઝૂમી રહેલા લોકો સાથે સંકળાયેલા સમાચાર સતત વાંચવા અથવા જોવાથી પોતાને નથી રોકી શકતા. કોઈ નવી માહિતી જાણવા માટે લોકો સતત બીજી વેબસાઈટ અને ચેનલ ચેક કરતા રહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે નેગેટિવ સમાચાર માટે એવુ કરવું કોઈ નવી વાત નથી. આપણું મગજ પોઝિટિવ સમાચાર કરતા નેગેટિવ સમાચાર વાંચવા માટે વધુ પ્રેરિત કરે છે.

આજકાલ સોશિયલ મીડિયા પર દરેક નાની બાબતને પણ મોટી બનાવીને બતાવવામાં આવે છે. સતત નેગેટિવિટી આપણી મેન્ટલ હેલ્થને ખરાબરીતે પ્રભાવિત કરે છે અને તેના કારણે ડર, એંગ્ઝાઈટી, ડિપ્રેશનની સમસ્યા થઈ શકે છે. સતત નેગેટિવ સમાચારોને કારણે કેટાસ્ટ્રોફાઈઝિંગ પણ થઈ શકે છે, જેના કારણે તમને દરેક જગ્યાએ માત્ર નેગેટિવિટી જ દેખાવા માંડે છે. એરિક્સન મોબિલિટી રિપોર્ટ અનુસાર, ભારતમાં લોકોનો સરેરાશ સ્ક્રીન ટાઈમ ચારથી પાંચ કલાક સુધીનો થઈ ગયો છે. ટેક્સાસ યુનિવર્સિટીમાં સાયકોલોજીના પ્રોફેસર ડૉ. જોન ડી કેરીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા અથવા ડિજિટલ ડિવાઈસના ઉપયોગને એક દિવસ માટે પણ અટકાવવું ખૂબ જ મુશ્કેલ છે. તેના ફાયદા અને નુકસાન બંને છે. જોકે, તેના પર વધુ સમય વિતાવવો પણ નશાની લત જેવુ છે. તેનાથી આપણે પ્રભાવિત થઈએ છીએ અને તેનો નકારાત્મક પ્રભાવ આપણા માનસિક સ્વાસ્થ્ય પર પણ પડે છે.

મેન્ટલ હેલ્થ પર ડૂમ સ્ક્રોલિંગના પ્રભાવને ઓછો કરવા અપનાવો આ રીત

સોશિયલ મીડિયા પર સમય વીતાવવું ઓછું કરો

સ્માર્ટફોનમાં એક ખાસ ફીચર હોય છે, જે એ વાતનો રેકોર્ડ રાખી શકે છે કે તમે કેટલો સમય કઈ એપ પર વીતાવી રહ્યા છે. આ ફીચરને ટ્રેક કરતા રહો, જેને કારણે તમને સમયનું ધ્યાન રહેશે. સૂતા પહેલા અને ઉઠતાની સાથે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી બચો. બની શકે તો પોતાના મોબાઈલને બેડથી દૂર રાખો.

પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો

નિયમિત એક્સરસાઈઝ કરવાથી ન્યૂરોટ્રાન્સમીટર્સ રીલિઝ થાય છે, જેમા ફીલ-ગુડ ઈફેક્ટ હોય છે. યોગ અને મેડિટેશન પણ તણાવને દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે જ હેલ્ધી અને બેલેન્સ ડાયટ લો અને પોતાના ફોનને સ્ક્રોલ કરતી વખતે અનહેલ્ધી વસ્તુઓ ના ખાઓ.

માઈન્ડફુલનેસની પ્રેક્ટિસ કરો

જે પણ કામ કરી રહ્યા હો તેને માઈન્ડફુલનેસની સાથે કરો. એટલે કે જો તમે રીડિંગ, રાઈટિંગ, પેઈન્ટિંગ જે પણ કરી રહ્યા હો તેને મન લગાવીને કરો. વારંવાર મોબાઈલ સ્ક્રોલ કરવાના ચક્કરમાં તમારું ધ્યાન ભટકવા ના દો. કોઈપણ સમાચાર વાંચો ત્યારે તેનો સોર્સ ચેક કરો, સાથે જ પોઝિટિવ સમાચારો પણ વાંચો અને તેને પરિવાર અથવા ફ્રેન્ડ્સની સાથે શેર કરો.

સ્ટોપ ટેકનિક ટ્રાય કરો

જો તમે મોબાઈલ સ્ક્રોલિંગ ઓછું ના કરી શકતા હો, તો સ્ટોપ ટેકનિક અપનાવો. જો તમને એવુ લાગે કે નક્કી કરેલા સમય કરતા પણ સ્ક્રીન ટાઈમ વધુ લેવાઈ રહ્યો છે તો જોરથી બૂમ પાડીને પોતાને સ્ટોપ કરો. આવુ કરવાથી તમારા હાથ અટકી જશે. આવુ તમે ઘણીવાર કરશો તો તમારું મગજ તેના માટે તૈયાર થઈ જશે કે તમે જે પણ કરી રહ્યા છો, તેને આટલી મિનિટ બાદ અટકાવી દેવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Khabarchhe Gujarati
Top