Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
માઈક્રોસોફ્ટ બાદ, હવે અમેરિકાની મોટી બેંકોના સર્વર ઠપ્પ!

માઈક્રોસોફ્ટ બાદ, હવે અમેરિકાની મોટી બેંકોના સર્વર ઠપ્પ!

Khabarchhe 4 days ago

વૈશ્વિક માઇક્રોસોફ્ટ સેવા આઉટેજના અહેવાલોના થોડા દિવસો પછી, અમેરિકાના બેંકિંગ ક્ષેત્રમાં એક મોટી તકનીકી ખામી સર્જાવાના સમાચાર સામે આવ્યા છે. સોમવારે, અમેરિકાની ઘણી મોટી બેંકોમાં ઓનલાઈન સેવાઓ અચાનક ખોરવાઈ ગઈ હતી, જેના કારણે લાખો ગ્રાહકોને અસુવિધાનો સામનો કરવો પડ્યો હતી. આઉટેજને ટ્રેક કરતી વેબસાઇટ ડાઉનડિટેક્ટર અનુસાર, ગ્રાહકોએ તેમના બેંક ખાતાઓમાં લોગ ઇન કરવામાં અને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવામાં મુશ્કેલીઓની ફરિયાદ હતી.

 jagranjosh.com

સોમવારે સામે આવેલી આ તકનીકી ખામીની અસર અમેરિકાની બેંકો અને ચૂકવણી નેટવર્ક પર જોવા મળી.

બેંક ઓફ અમેરિકા

ચેઝ બેંક (જેપી મોર્ગન)

US બેંક

વેલ્સ ફાર્ગો

ઝેલs (ડિજિટલ પેમેન્ટ નેટવર્ક)

આ પ્લેટફોર્મ પર, યુઝર્સને ખાતાઓ ઍક્સેસ કરવા અને ઓનલાઈન લેવડ-દેવડ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં ખૂબ વિલંબ અને એરરના મેસેજનો સામનો કરવો પડ્યો.

 weartv.com

શું આ સાયબર હુમલો છે? બેંકો આપી સ્પષ્ટતા

બેંકિંગ સેવાઓમાં વિક્ષેપથી સંભવિત સાયબર હુમલાનો ભય ફેલાયો હતો. જો કે, ચેઝ બેંકે આ અંગે એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું. બેંકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ સમસ્યા ટેકનિકલ ખામી (અથવા બગ)ને કારણે થઈ હતી અને તેનો કોઈ સાયબર હુમલા સાથે કોઈ સંબંધ નથી. બેંકે ગ્રાહકોને ખાતરી આપી હતી કે તેમના ખાતા અને પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે. ટેકનિકલ સમસ્યાને કારણેકેટલાક ટ્રાન્ઝેક્શન પ્રક્રિયામાં સામાન્ય કરતાં વધુ સમય લાગી રહ્યો છે, અને ટીમો શક્ય તેટલી ઝડપથી સમસ્યાનો ઉકેલ લાવવા માટે કામ કરી રહી છે. એપ્લિકેશન અથવા વેબસાઇટને ઍક્સેસ કરવાનો પ્રયાસ કરતી વખતે ઘણા ગ્રાહકોને મેસેજ મળ્યો કે, કેટલીક સેવાઓ હાલમાં ઉપલબ્ધ નથી. અમે તેના પર કામ કરી રહ્યા છીએ. કૃપા કરીને થોડા સમય પછીફરી પ્રયાસ કરો.

નોંધનીય છે કે બેંકોમાં આવેલી આ તકનીકી સમસ્યા માઇક્રોસોફ્ટના મોટા આઉટેજના થોડા દિવસો પછી સામે આવી છે. શુક્રવારે, માઇક્રોસોફ્ટના સર્વરમાં વિક્ષેપ ઘણા કલાકો સુધી રહ્યો, જેના કારણે વિશ્વભરમાં આઉટલુક, માઇક્રોસોફ્ટ ટીમ્સ અને AI આસિસ્ટન્ટ કોપાયલોટ જેવી મુખ્ય સેવાઓ પ્રભાવિત થઈ હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Khabarchhe Gujarati