નેશનલ
નેવી દિવસની ઉજવણી નિમિત્તે INS વાલસુરા ખાતે બેન્ડ કાર્યક્રમનું આયોજન

ભારતીય નેવીની પ્રીમિયર ઇલેક્ટ્રિકલ ટ્રેનિંગ સંસ્થા ભારતીય નેવલ શીપ (INS) વાલસુરામાં 01 ડિસેમ્બર 2020ના રોજ સંસ્થામાં આવેલા ઓપન એર એમ્ફિથિયેટરમાં મર્યાદિત પ્રેક્ષકો વચ્ચે અદભૂત બેન્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાપક સંખ્યામાં લોકો સુધી પહોંચવાના અને કોવિડ-19 સંબંધિત સલામતી પ્રોટોકોલનું પાલન કરવાના ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું લોકપ્રિય ઇલેક્ટ્રોનિક મીડિયા અને શહેરના ઑનલાઇન પોર્ટલ્સની મદદથી સંસ્થા પર તેમજ જામનગર શહેરમાં વસતા લોકો માટે લાઇવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.
#IndianNavy #Gujarat #NavyWeek2020 #INSValsura conducted a Dazzling Band Concert on 01 Dec 20 with limited audience at Open Air Amphitheatre. @SpokespersonMoD @PIBAhmedabad @mahitijamnagar1 @InfoGujarat @CollectorJamngr pic.twitter.com/HRjM6oIvPZ
- PRO Defence Gandhinagar (@DefencePRO_Guj) December 2, 2020
નેવલ બેન્ડે કોર્નફિલ્ડ રોક, ચેરી પિન્ક, ટાઉન આઇએમપીએસ, રાગ નટ્ટા વગેરે સહિત સૌને મંત્રમુગ્ધ કરી દેતી વિવિધ ધૂન વગાડી હતી. નેવલ બેન્ડે એક કલાક સુધી પરફોર્મન્સ આપ્યા બાદ કાર્યક્રમના સમાપન ચરણમાં કેપ્ટન પીજી જ્યોર્જે કમ્પોઝ કરેલું ત્રણ-સેવાઓનું ગીત 'જય ભારતી' વગાડવામાં આવ્યું હતું અને અંતે 'સારે જહાં સે અચ્છા' ગીતની ધૂન સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.