Saturday, 19 Sep, 7.55 pm Khabarchhe

બિઝનેસ
નિર્મલા સીતારમનનું મોટું નિવેદન, અભૂતપૂર્વ સ્થિતિને કારણે લાવવો પડ્યો આ અધ્યાદેશ

દેશમાં ડામાડોળ થઈ રહેલી આર્થિક વ્યવસ્થાને ધ્યાને લઈને અગાઉ રીઝર્વ બેન્કના ગવર્નરે નિવદેન આપ્યું હતું. હવે દેશના નાણામંત્રીએ મોટી સ્પષ્ટતા કરી છે. દેવાળું અને નાદારી અધ્યાદેશ કોવિડ-19 મહામારીના કારણે ઊભી થયેલી અભૂતપૂર્વ સ્થિતિના કારણે લાવવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું કે, કોરોના વાયરસની મહામારીને કારણે બની રહેલી સ્થિતિને લીધે આ સમયની માગ હતી. જેથી તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. આ માટે અધ્યાદેશની રીત અપનાવવામાં આવી હતી. આ અધ્યાદેશને કાયદો બનાવવા માટે સરકાર આગામી સત્રમાં એક ખરડો લઈને આવશે. જે દેવાળું અને નાદારી અધ્યાદેશ મુદ્દે જવાબ આપી રહ્યા હતા. આ જવાબ બાદ ખરડો પાસ કરી દેવામાં આવ્યો. આ સાથે સદને માકપાના સભ્ય કે.કે.રાગેશ દ્વારા રજૂ કરવામાં આવેલા સંકલ્પને નામંજૂર કરી દીધો હતો. જેમાં આ ખરડાને અસ્વીકાર કરવામાં આવે એવી વાત હતી. આ પહેલા આ અધ્યાદેશને લઈને થયેલી ચર્ચામાં સરકારની આકરી ટીકા કરી હતી. કોરોના વાયરસને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના સંદર્ભમાં નાણામંત્રીએ કહ્યું કે, એ સમયે આવક કરતા લોકોના જીવનું રક્ષણ કરવાનું વધારે જરૂરી હતું. જેની અસર લોકોની સાથોસાથ દેશની અર્થવ્યવસ્થા ઉપર પણ પડી છે.

પણ પ્રજાના જીવ બચાવવા અનિવાર્ય હતા. જોકે, લોકોને પડેલી મુશ્કેલીની સમિક્ષા કરવામાં આવી છે અને સરકાર તરફથી પગલાં પણ ભરવામાં આવ્યા છે. જોકે, તેમણે એવી પણ સ્પષ્ટતા કરી છે કે, રાજ્યને આપવામાં આવતી કોઈપણ રકમને કેન્દ્ર તરફથી અટકાવવામાં આવી નથી. કેન્દ્ર સરકારે પોતાની આવક કરતા પણ વધારે રકમ રાજ્યને આપી છે. તેમણે ઉમેર્યું કે, અત્યારસુધીમાં કેન્દ્રને ટેક્સ પેટે જે આવક થઈ છે એનાથી 7 ટકા વધારે રાજ્યને ટેક્સમાં ભાગીદારી રૂપે રકમ ચૂકતે કરવામાં આવી છે. એપ્રિલથી જુલાઈ 2020 સુધીમાં કેન્દ્ર સરકાર પાસે 3.80 કરોડનું ટેક્સ ક્લેક્શન થયું છે. જેમાંથી 1.76 લાખ કરોડ રૂપિયા રાજ્યને આપી દેવામાં આવ્યા છે. કોરોના વાયરસને કારણે કેન્દ્ર સરકારની ટેક્સ આવકમાં કુલ 29 ટકાનો સીધો ઘટાડો થયો છે. પણ રાજ્યની કોઈ રકમ અટકાવવામાં આવી નથી. સ્વ. અરૂણ જેટલીએ રાજ્ય સરકારને જે કંઈ પણ વાયદા કર્યા છે, એ પૂર્ણ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Khabarchhe Gujarati
Top